મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વચ્ચે તણાવ કેવી રીતે શરૂ થયો અને ગોડસે ગાંધીના વિચારોની વિરુદ્ધ કેમ હતો? ગાંધી ગોડસે એક યુદ્ધના આ અદ્ભુત ટ્રેલરમાં તમને આવી ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે.
ફિલ્મ પોસ્ટર
હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર્સમાંના એક રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi). લાંબા સમય બાદ રાજકુમાર સંતોષી `ગાંધી ગોડસે એક યુદ્ધ (Gandhi Godse Ek Yudh)`દ્વારા પડદા પર પરત ફરી રહ્યાં છે. 11 જાન્યુઆરીએ `ગાંધી ગોડસે એક યુદ્ધ` નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં મહાત્મા ગાંધી(Mahatma Gadhi) અને નથુરામ ગોડેસ(Nathuram Godse)ના વિચારોની જંગ દર્શાવવામાં આવી છે.
ગત દિવસોમાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ `ગાંધી ગોડસે એક યુદ્ધ`નું ટીઝર સામે આવ્યુ હતું. ત્યાર બાદથી દર્શકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આજે દર્શકોની આંતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મ મેકર્સ દ્વારા `ગાંધી ગોડસે એક યુદ્ધ`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 3 મીનિટ અને 10 સેકેન્ડના આ ટ્રેલરમાં ભારતના એ દાયકામાં પહોંચી જશો જયાં આઝાદી બાદ વિભાજનની સ્થિતિ ઉભી થઈ હતી.
ADVERTISEMENT
મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વચ્ચે તણાવ કેવી રીતે શરૂ થયો અને ગોડસે ગાંધીના વિચારોની વિરુદ્ધ કેમ હતો? ગાંધી ગોડસે એક યુદ્ધના આ અદ્ભુત ટ્રેલરમાં તમને આવી ઘણી રસપ્રદ વાતો સરળતાથી મળી જશે. આ ફિલ્મ ગાંધી અને ગોડસેની અલગ અલગ વિચારધારાઓને પણ દર્શાવતી હોય તેવું લાગે છે. રાજકુમાર સંતોષીની ફિલ્મના ટ્રેલર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ થિયેટરમાં ધુમ મચાવશે.
આ પણ વાંચો: બાપુ નહીં પણ બાપુ તરીકે ઓળખાતા અભિનેતાનું નામ Limca Book of Recordsમાં નોંધાયું
આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના પાત્રમાં ગુજરાતી અભિનેતા દીપક અંતાણી છે. જેઓ અત્યાર સુધીમાં અનેક વાર ગાંધીજીનું પાત્ર ભજવી ચુક્યા છે. ટ્રેલર રિલીઝ થયા બાદ રાજકુમાર સંતોષીની `ગાંધી ગોડસે એક યુદ્ધ`ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના અવસર પર ફિલ્મ `ગાંધી ગોડસે એક યુદ્ધ` સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર દીપક અંતાણી આ ફિલ્મમાં મહાત્મી ગાંધીના રોલમાં જોવા મળશે. જ્યારે નાથુરામ ગોડસેનું પાત્ર ચિન્મય માંડેલકર ભજવે છે. નોંધનીય છે કે રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા સંતોષી પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કરતી જોવા મળશે.