બૉલીવુડની સાથે-સાથે સાઉથની પણ ઇન્ડસ્ટ્રીની મોટા ભાગની સેલિબ્રિટીએ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
Amitabh Bachchan 80th Birthday
રજનીકાન્ત
રજનીકાન્તનું કહેવું છે કે બિગ બીએ હંમેશાં તેમને પ્રેરિત કર્યા છે. અમિતાભ બચ્ચન ગઈ કાલે ૮૦ વર્ષના થયા હતા. બૉલીવુડની સાથે-સાથે સાઉથની પણ ઇન્ડસ્ટ્રીની મોટા ભાગની સેલિબ્રિટીએ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રજનીકાન્તે ટ્વીટ કર્યું હતું કે ‘ધ લેજન્ડ... એવી વ્યક્તિ જેણે હંમેશાં મને પ્રેરિત કરી છે. આપણી ઇન્ડિયન ફિલ્મ ફ્રટર્નિટીના એક સાચા સેન્સેશન અને સુપરહીરો તેમના ૮૦મા વર્ષમાં એન્ટર થયા છે. મારા નિકટના અને ખૂબ જ રિસ્પેક્ટેડ અમિતાભજીને જન્મદિવસની શુભેચ્છા. તમને ખૂબ જ પ્રેમ.’