RRRના મેકર્સે ઑસ્કરની 14 જુદી જુદી કેટેગરીમાં ફિલ્મ સબમિટ કરી છે અને આ માટે કેમ્પેઈન શરૂ કરી ચૂક્યા છે.
RRR ફાઈલ તસવીર
એસએસ રાજામૌલીની (SS Rajamaouli) ફિલ્મ RRRએ આ વર્ષે વિશ્વમાં જબરજસ્ત લોકપ્રિયતા પામી રહી છે. ભારતની (India) સાથોસાથ વિદેશોમાં (Foreign) પણ દળદાર કમાણી કરનારી આ ફિલ્મને ઑસ્કર એવૉર્ડ્સ (Oscar Awards) માટે પણ મોકલવાની માગ ઊઠી. જો કે, ભારત તરફથી `બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ` (Best International Feature Film Catagory) કેટેગરીમાં રાજામૌલીની ફિલ્મની (Film of Rajamouli was not Selected) પસંદગી થઈ નહીં. પણ RRRના મેકર્સે ઑસ્કરની 14 જુદી જુદી કેટેગરીમાં ફિલ્મ સબમિટ કરી છે અને આ માટે કેમ્પેઈન શરૂ કરી ચૂક્યા છે.
હવે એવા પણ સમાચાર છે કે જે RRRના ઑસ્કર કેમ્પેઈનને વધારે સફળતા આપશે. ડિરેક્ટર રાજામૌલીને ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ (New York Film Critics Circle) એવૉર્ડ્સમાં `બેસ્ટ ડિરેક્ટર`નો અવૉર્ડ આપવામાં આવ્યો છે. વિશ્વમાં પોતાની જબરજસ્ત ઓળખ નોંધાવનાર ભારતીય સિનેમા માટે આ ખૂબ જ મોટી તક છે. ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ (NYFCC) અમેરિકામાં ફિલ્મ ક્રિટિક્સના સૌથી જૂના અને સન્માનિત સંગઠનોમાંથી એક છે. આ સંગઠનમાં ન્યૂયૉર્કમાં બેઝ્ડ મેગઝીન અને છાપાના 30થી વધારે ફિલ્મ ક્રિટિક્સ સભ્ય છે. આથી NYFCC અવૉર્ડ્સને ખૂબ જ સન્માનિત માનવામાં આવે છે.
ADVERTISEMENT
RRRની ઑસ્કર રેસમાં કેવી રીતે મદદ કરશે આ અવૉર્ડ?
રાજામૌલીએ ઑસ્કર એવૉર્ડ્સની રેસમાં, 14 કેટેગરીમાં RRRને ઉતારી છે. આમાં સ્ક્રીનપ્લે, એડિટિંગ, સ્કોર, સાઉન્ડ સિવાય બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ ડિરેક્ટર જેવી કેટેગરી સામેલ છે. ઑસ્કર એવૉર્ડ્સ આપનારી `એકેટમી ઑફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સિસ` (Academy Of Motion Pictures and Science) એટલે `ધ એકેડમી`માં વિશ્વના ફિલ્મ ક્રિટિક્સ અને ફિલ્મ ટેક્નીશિયન સભ્ય હોય છે. આ સભ્ય વોટિંગ દ્વારા, વર્ષમાં જોયેલી બહેતરીન ફિલ્મો કે અવૉર્ડ્સ દ્વારા પણ મોકલવામાં આવેલી ફિલ્મોની એવૉર્ડ્સ માટે પસંદગી કરે છે. ઑસ્કર એવૉક્ડ્સ માટે ફિલ્મોની પસંદગી ની આખી સિસ્ટમ એક રીતે તમારી ફિલ્મ માટે બનતા મૂડ પર પણ ડિપેન્ડ કરે છે.
એવામાં રાજામૌલીને RRR માટે NYFCC એવૉર્ડ મળવું જણાવે છે કે ક્રિટિક્સમાં ફિલ્મને લઈને ઘણો સારો માહોલ બનેલો છે. તેના પર આવા સન્માનિત એવૉર્ડ્સ મળ્યા પછી ઑસ્કર એકેડમીના સભ્ય વધારે ગંભીરતાથી ફિલ્મને પોતીની ચૉઈસમાં રાખશે.
આ પણ વાંચો : જપાનમાં એક અઠવાડિયામાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફૉરેન ફિલ્મ બની ‘RRR’
ઈન્ટરનેશનલ ફિલ્મ મેકર્સને ખૂબ જ પસંદ આવી હતી RRR
RRRએ થિયેટર્સમાં જે ધમાલ મચાવી તે તો વિશ્વએ જોઈ જ છે. પણ ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર આવ્યા બાદ વિશ્વમાં લોકોએ ફિલ્મ જોઈ અને ઘણા બધા ઇન્ટરનેશનલ ફિલ્મ મેકર્સે RRRના ખૂબબ જ વખાણ કર્યા. ઈન્ટરનેશનલ સિનેમાના અનેક નામી ટેક્નીશિયન ટ્વિટર પર ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા હતા. ઈન્ટરનેશન સિનેમાના લેવલ પર ફિલ્મને મળતા વખાણ બાદ, ઈન્ડિયન ડિરેક્ટર અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતા કે જો RRR ઑસ્કરની રેસમાં સામેલ થઈ, તો અમારી પાસે ઓછામાં ઓછા ટૉપ 5મા જવાના 95 ટકા ચાન્સ હશે.
રાજામૌલીને `બેસ્ટ ડિરેક્ટર`નો આ અવૉર્ડ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ એક્સપર્ટસમાં તેમની ચર્ચા થવા માંડી છે, આગળ એ જોવાનું રસપ્રદ હશે કે આ જોરદાર માહોલથી ઑસ્કરની રેસમાં RRRને કેટલો ફાયદો મળે છે.