મૅચ પત્યા પછી આલિયા દીકરીને સ્ટેડિયમમાં પ્રેક્ષકોની નજીક લઈ આવી ત્યારે લોકોનો પોતાના પ્રત્યેનો ઉન્માદ જોઈને રાહા થોડી ચકિત થઈ ગયેલી દેખાતી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ફુટબૉલની ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગ (ISL)માં શનિવારે મુંબઈમાં મુંબઈ FC (ફુટબૉલ ક્લબ) અને હૈદરાબાદ FC વચ્ચે મુકાબલો હતો. આ મૅચમાં મુંબઈ FCનો ઓનર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે દીકરી રાહાને પણ લઈ આવ્યો હતો. રાહા મૅચને એન્જૉય કરતી જોવા મળી હતી. મૅચ પત્યા પછી આલિયા દીકરીને સ્ટેડિયમમાં પ્રેક્ષકોની નજીક લઈ આવી ત્યારે લોકોનો પોતાના પ્રત્યેનો ઉન્માદ જોઈને રાહા થોડી ચકિત થઈ ગયેલી દેખાતી હતી. બાય ધ વે, રાહાની હાજરી રણબીરને ફળી હતી અને તેની ટીમ ૧-૦થી મૅચ જીતી ગઈ હતી.