રાઘવ આમ આદમી પાર્ટીમાં છે,
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા જેની સાથે લગ્ન કરવાની છે એવી ચર્ચા ચાલી રહી છે એ પૉલિટિશ્યન રાઘવ ચઢ્ઢાએ લોકોને ‘જશન કા મૌકા’નું પ્રૉમિસ આપ્યું છે. રાઘવ અને પરિણીતી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. રાઘવ આમ આદમી પાર્ટીમાં છે, જેને હાલમાં જ ઇલેક્શન કમિશન દ્વારા નૅશનલ પાર્ટી તરીકે સ્વીકારવામાં આવી છે. એક રિપોર્ટરે પરિણીતી કી ખૂબ ચર્ચા હો રહી હૈ એ વિશે પૂછતાં હસીને રાઘવે કહ્યું કે ‘આજે જશન મનાવો કે આમ આદમી પાર્ટી હવે નૅશનલ પાર્ટી બની ગઈ છે. આનાથી પણ વધુ જશન મનાવવાના ચાન્સ તમને મળશે.’