‘Pyaar Aata Hai’ Music Video: ઇશાન ખટ્ટરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “જે ક્ષણે મેં ગીત સાંભળ્યું, મને ખ્યાલ આવ્યો કે તે કેટલું સુંદર છે. રીટોનો અવાજ ખૂબ જ અનોખો અને હૃદયસ્પર્શી છે, અને અલબત્ત, શ્રેયા મેડમે તેમાં એક અલગ જ સ્તરનો જાદુ ઉમેર્યો.
તારા સુતરિયા ઇશાન ખટ્ટર અને રીતો રીબા (તસવીર: મિડ-ડે)
ઘણી રાહ જોયા પછી, એવું જાહેર થયું છે કે બૉલિવૂડના પોપ્યુલર ઍક્ટર ઇશાન (Pyaar Aata Hai Music Video) ખટ્ટર અને તારા સુતરિયા રીતો રીબા અને શ્રેયા ઘોષાલ દ્વારા ગવાયેલા આગામી ગીત ‘પ્યાર આતા હૈ’માં અભિનય કરવામાં માટે તૈયાર છે. અંશુલ ગર્ગ દ્વારા પ્લે ડીએમએફ હેઠળ નિર્મિત આ રોમેન્ટિક ટ્રેક કાશ્મીરના મનોહર લેન્ડસ્કેપ્સમાં શૂટ કરવામાં આવ્યું છે જે 7મી માર્ચે રિલીઝ થવાની છે.
શ્રેયા ઘોષાલના જાદુ સહિત રીતો રીબાનો ભાવપૂર્ણ સૂર અને ઇશાન અને તારાની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી સાથે, આ ગીત દર્શકોને એક દ્રશ્ય અને સંગીતમય અનુભવ આપશે એવી મેકર્સને આશા છે. કાશ્મીરના મનોહર સ્થળો આ મ્યુઝિક વીડિયોની ભવ્યતામાં વધારો કરે છે, જે તેને વર્ષના સૌથી વધુ રાહ જોવાતા મ્યુઝિક વીડિયોમાંનું એક બનાવે છે. પ્રોજેક્ટ વિશે વાત કરતાં, રીતો રીબાએ શૅર કર્યું, "આ ગીત મારા માટે ખરેખર ખાસ છે. શ્રેયા મેડમ સાથે કામ કરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવુ છે, અને ઇશાન અને તારા દ્વારા આ ગીતને પડદા પર જીવંત બનાવવું એ મારી માટે અદ્ભુત રહ્યું. આ શક્ય બનાવવા બદલ અંશુલ સરનો પણ ખૂબ ખૂબ આભાર!”
ADVERTISEMENT
ઇશાન ખટ્ટરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “જે ક્ષણે મેં ગીત સાંભળ્યું, મને ખ્યાલ આવ્યો કે તે કેટલું સુંદર છે. રીટોનો અવાજ ખૂબ જ અનોખો અને હૃદયસ્પર્શી છે, અને અલબત્ત, શ્રેયા મેડમે તેમાં એક અલગ જ સ્તરનો જાદુ ઉમેર્યો છે. તારા સાથે કામ કરવું અને કાશ્મીરમાં શૂટિંગ કરવું એ આનંદની વાત હતી - તે ખરેખર ટ્રેકની લાગણીઓને વધારે છે.”
આ ઉપરાંત, તારા સુતરિયાએ શૅર કર્યું, “સંગીત હંમેશા મારા જીવનનો એક મોટો ભાગ રહ્યો છે, અને શ્રેયા મેડમ અને રીટોએ ગાયેલા આ ગીતનો ભાગ બનવું એ મારી માટે ખૂબ જ ખાસ છે. આ ગીતનો સૂર મનમોહક છે, અને હું પ્રેક્ષકોને પડદા પર અમે બનાવેલા જાદુનો અનુભવ કરાવવાની રાહ જોઈ શકતી નથી. આવા દિવ્ય અવાજનો ચહેરો બનવું એ એક સ્વપ્ન છે. તે હંમેશા મારી પ્રિય કલાકાર રહી છે!”
કેટલાક સૌથી મોટા સંગીતમય હિટ ગીતોના ક્યુરેટર માટે જાણીતા અંશુલ ગર્ગે ઉમેર્યું, “શ્રેયા મેડમ, ઇશાન, તારા અને રીતો જેવી અસાધારણ પ્રતિભાઓને એકસાથે લાવવાનું મને ખબર હતી કે કંઈક અસાધારણ પરિણામ આવશે. મને ખાતરી છે કે આ ગીત લોકોમાં તેની છાપ છોડશે.” આટલા અદ્ભુત લાઇનઅપ સાથે, ચાહકો આતુરતાથી ગીતના રિલીઝ માટે દિવસો ગણી રહ્યા છે, તેઓએ સંગીતની મેલડી, લાગણીઓ અને અદભુત દ્રશ્યોના સંપૂર્ણ મિશ્રણની અપેક્ષા રાખી છે.

