બેબોએ બૉલીવુડમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં એની અનોખી ઉજવણી
બુધવારે ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરતી ઇવેન્ટમાં કરીના (તસવીર : યોગેન શાહ)
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કરીના કપૂરનાં ૨૫ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીરૂપે મલ્ટિપ્લેક્સ ચેઇન પીવીઆર આઇનૉક્સ પિક્ચર્સ દ્વારા ૨૦ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી તેની ફિલ્મોનો એક ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે. એક અઠવાડિયાના આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૫ શહેરોનાં ૩૦ થિયેટરોમાં કરીનાની ચુનંદા ફિલ્મો દેખાડવામાં આવશે. આ ફેસ્ટિવલમાં કરીનાની ‘અશોક’, ‘ચમેલી’, ‘જબ વી મેટ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ઓમકારા’ જેવી ફિલ્મો દેખાડવામાં આવશે.
પોતાના નામનો ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે એના વિશે કરીનાએ કહ્યું હતું કે ‘મારા માટે આ ગૌરવની વાત છે. આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બધી પેઢીના લોકો આ અદ્ભુત ફિલ્મો માણી શકશે એ અદ્ભુત વાત છે અને હું આ વન્ડરફુલ ફિલ્મો સાથે સંકળાયેલી યાદોને ફરી જીવી શકીશ. આ ફેસ્ટિવલ પ્રત્યે લોકોનો રિસ્પૉન્સ જાણવા હું ઉત્સુક છું.’
ADVERTISEMENT
આવતી કાલે ૪૪મી વર્ષગાંઠ ઊજવશે કરીના
પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’માં કરીના
૧૯૮૦ની ૨૧ સપ્ટેમ્બરે જન્મેલી કરીના કપૂર આવતી કાલે ૪૪ વર્ષ પૂરાં કરીને ૪૫મા વર્ષમાં પ્રવેશ કરશે. ૨૦૦૦ની સાલમાં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘રેફ્યુજી’થી કરીનાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં ૩૦ જૂને રિલીઝ થઈ હતી. કરીનાએ ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરા છે. કરીના હવે ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે.

