દિલ્હી નૅશનલ કૅપિટલ રીજનમાં ૨૪૦૦ રૂપિયામાં ટિકિટ વેચાઈ રહી છે
‘પુષ્પા 2 : ધ રૂલ’
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’નું ગઈ કાલે ઍડ્વાન્સ બુકિંગ શરૂ થયું હતું. પાંચમી ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મની મુંબઈમાં સૌથી મોંઘી ૩૦૦૦ રૂપિયાની ટિકિટ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ ડ્રાઇવના PVR મેસન મલ્ટિપ્લેક્સમાં વેચાઈ રહી હોવાનું અને દિલ્હી નૅશનલ કૅપિટલ રીજનમાં ૨૪૦૦ રૂપિયામાં ટિકિટ વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. ટિકિટ આટલા ઊંચા ભાવે વેચાઈ રહી છે એટલે કહી શકાય કે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નક્કી તડાકો બોલાવશે.