Pushpa 2 Stampede: ૮ વર્ષના બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યો છે. હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
અલ્લુ અર્જુન અને ગંભીર સ્થિતિમાં બાળક
થોડાક દિવસ અગાઉ જ `પુષ્પા 2` ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ (Pushpa 2 Stampede) થઈ હતી. જેમાં એક મહિલાનું નિધન થઈ ગયું હતું. આ સાથે જ તેના 8 વર્ષનાં પુત્રને પણ ગંભીર ઉજાઓ થઈ હતી. તે ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. તે 4 ડિસેમ્બરથી આજ દિન સુધી હોસ્પિટલમાં ભરતી છે. તેનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ સુધારો નથી
ADVERTISEMENT
Pushpa 2 Stampede: આ ૮ વર્ષના બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યો છે. હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તેની હાલત અત્યંત નાજુક હોવાના અહેવાલો છે. હૈદરાબાદની KIMS કડલ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 8 વર્ષીય તેજની સઘન દેખભાળ કરવામાં આવી રહી છે, છતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ સુધારો જણાતો નથી. બાળકનો તાવ ઓછો થઈ રહ્યો છે અને ન્યૂનતમ ઇનોટ્રોપ્સ પર મહત્વપૂર્ણ પરિમાણો સ્થિર છે.
Pushpa 2 Stampede: સતત ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહ્યા છે. હાલમાં ન્યૂનતમ ઓક્સિજન સપોર્ટ સાથે મિકેનિકલ વેન્ટિલેશન પર તેને મૂકવામાં આવ્યો છે. 10 ડિસેમ્બરના રોજ શ્વાસ લેવા માટે મુકેલ આધારને હટાવી લેવામાં આવતા જ તેને શ્વસનની તકલીફ વધવા લાગી હતી. ત્યારબાદ તેને ફરીથી ઇન્ટ્યુબેશન કરવાની જરૂર જણાઈ હતી.
બ્રેઈન ડેડ થઈ ગયું છે
હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે નાસભાગ દરમિયાન ઓક્સિજનની અછતને કારણે બાળકની સ્થિતિમાં ગડબડ થઈ ગાઈ હતી. જેના કારણે તે બ્રેઈન-ડેડ થઈ ગયો હતો. તેને રિકવર થવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ મુદ્દે સરકાર સાથે પણ ચર્ચા થઈ છે. અને બાળકને બચાવવા અને સારી સારવાર આપવા માટે જે પણ જરૂરી હશે તે કરવામાંઆવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ આઠ વર્ષનાં બાળકની સ્થિતિ અત્યંત નાજુક (Pushpa 2 Stampede) હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ન્યુરોલોજિકલ સ્થિતિ ગંભીર રીતે પ્રભાવિત થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. કોઈપણ સુધારણા થઈ છે કે કેમ તે નિરખવા માટે ઘણો સમય રાહ જોવામાં આવી રહી છે, અત્યારે સતત તેની સારવાર ચાલુ છે, આ બાળકના સારવાર માટેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે.
તમને જણાવી દઈએ કે જ્યારે અલ્લુ અર્જુન જ્યારે ફિલ્મ `પુષ્પા-2`ની સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો ત્યારે થિયેટરમાં નાસભાગ (Pushpa 2 Stampede) મચી ગઈ હતી. અભિનેતાને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ એક્ટરની એકમાત્ર ઝલક જોવા માટે જ્યારે ઉમટી પડેલી વિશાળ ભીડમાં નાસભાગ મચી ગઈ ત્યારે એક મહિલા અને તેના બાળકને ગંભીર ઇજા થઈ હતી.