છઠ્ઠા દિવસની સમાપ્તિ પર હિન્દી ‘પુષ્પા 2’એ ૩૭૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું હતું
‘પુષ્પા 2 : ધ રૂલ’નો સીન
‘પુષ્પા 2 : ધ રૂલ’નો સાતમો દિવસ ગઈ કાલે હતો, જેના બૉક્સ-ઑફિસ કલેક્શનના આંકડા આજે સવારે આવશે. છઠ્ઠા દિવસની સમાપ્તિ પર હિન્દી ‘પુષ્પા 2’એ ૩૭૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું હતું એ જોતાં ગઈ કાલે ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો હશે એવી ધારણા હતી. ફિલ્મે સોમવાર અને મંગળવાર જેવા વર્કિંગ ડે પર પણ અનુક્રમે ૪૮ કરોડ અને ૩૬ કરોડ જેવું તોતિંગ કલેક્શન કર્યું એ જોઈને ફિલ્મી વેપાર સાથે સંકળાયેલા લોકો મોઢામાં આંગળાં નાખી ગયા છે. ગુરુવારે પાંચમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે ગુરુવારથી રવિવાર સુધી અનુક્રમે ૭૨ કરોડ, ૫૯ કરોડ, ૭૪ કરોડ અને ૮૬ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.