‘બેબી જૉન’નો બીજા દિવસે થયો જબરદસ્ત ધબડકો
ફિલ્મનો સીન
‘પુષ્પા 2 : ધ રૂલ’ રિલીઝ થઈને ત્રણ અઠવાડિયાં પૂરાં થઈ ગયાં છે એ છતાં એ હજીયે નવા રેકૉર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ હવે ભારતમાં ત્રીજા અઠવાડિયામાં ૧૦૦ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરનારી પહેલવહેલી ફિલ્મ બની ગઈ છે. ત્રીજા અઠવાડિયામાં હિન્દી ‘પુષ્પા 2’એ શુક્રવારે ૧૨.૫૦, શનિવારે ૨૦.૫૦, રવિવારે ૨૭, સોમવારે ૧૧.૭૫, મંગળવારે ૧૧.૫૦, બુધવારે ૧૫.૫૦ અને ગુરુવારે ૯ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને આ સપ્તાહમાં ટોટલ ૧૦૭.૭૫ કરોડ રૂપિયા ઘરભેગા કર્યા છે. હિન્દી ‘પુષ્પા 2’નું કુલ કલેક્શન હવે ૭૪૦.૨૫ કરોડ રૂપિયા થઈ ગયું છે.
‘બેબી જૉન’નો બીજા દિવસે થયો જબરદસ્ત ધબડકો
ADVERTISEMENT
બુધવારે ક્રિસમસના દિવસે રિલીઝ થયેલી વરુણ ધવનની ‘બેબી જૉન’એ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ૧૧.૨૫ કરોડ રૂપિયા રળ્યા, પણ બીજા દિવસે એનું કલેક્શન અડધા કરતાં ઓછું થઈ ગયું હતું. ગુરુવારે આ ફિલ્મે માત્ર ૫.૧૩ કરોડ રૂપિયા રળ્યા હતા.