પુષ્પા 2 : ધ રૂલનું ઍડ્વાન્સ બુકિંગ આજે શરૂ થાય છે
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’નું ઍડ્વાન્સ બુકિંગ આજે શરૂ થવાનું છે અને ફિલ્મી વેપાર સાથે સંકળાયેલી જાણતલ વ્યક્તિઓને લાગે છે કે દેશભરમાં એનો ઉત્સાહ જોવા મળશે. એવું પણ માનવામાં આવે છે કે બધી ભાષાઓમાં મળીને ‘પુષ્પા 2’ પહેલા દિવસના બિઝનેસનો ‘જવાન’નો રેકૉર્ડ તોડશે.
ADVERTISEMENT
૨૦૨૩માં આવેલી શાહરુખ ખાનની આ ફિલ્મે પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાની આસપાસનો બિઝનેસ કર્યો હતો.
રશ્મિકા બની ગઈ ભારતની સૌથી મોંઘી ઍક્ટ્રેસ? તે કહે છે કે તદ્દન ખોટી વાત
‘પુષ્પા 2 : ધ રૂલ’ સાથે રશ્મિકા મંદાના ભારતની સૌથી મોંઘી ઍક્ટ્રેસ બની ગઈ છે એવી ચર્ચા છે, પણ રશ્મિકા પોતે આ બાબતે કહે છે કે આ ખોટી વાત છે. ચર્ચા એવી છે કે ‘પુષ્પા 2’ માટે રશ્મિકા મંદાનાને ૧૦ કરોડ રૂપિયા મળ્યા છે, જે એના પહેલા ભાગ કરતાં ૮ કરોડ રૂપિયા વધારે છે. જોકે રશ્મિકાએ આ સંદર્ભે કહ્યું હતું કે આ વાત સાચી નથી, હું આ વાત સાથે સહમત નથી.