પોતાની જાતને કરેલું પ્રૉમિસ હંમેશાં પૂરું કરવું જોઈએ : કાજોલ
પોતાની જાતને કરેલું પ્રૉમિસ હંમેશાં પૂરું કરવું જોઈએ : કાજોલ
કાજોલનું કહેવું છે કે પોતાની જાતને આપેલાં વચનો હંમેશાં પૂરાં કરવાં જોઈએ. કાજોલ સોશ્યલ મીડિયામાં તેનાં હ્યુમર, કટાક્ષ અને પ્રોત્સાહન આપનાર શબ્દોથી લોકોનું મનોરંજન કરતી રહે છે. તેણે હાલમાં જ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોની લાઇફ કઈ રીતે બદલાઈ ગઈ છે. કોરોના વાઇરસે જીવનનું મહત્ત્વ સમજાવ્યુ છે. પરિવાર અને મિત્રોની નજીક રહેતાં શીખવાડ્યુ છે. એને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર પોસ્ટ શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘કોવિડ લેસન 463 : તમે ભલે અન્ય લોકો સાથેનાં પોતાનાં વચનો પાળતા હો, પરંતુ પોતાની જાતને આપેલું વચન હંમેશાં પાળજો.’

