પ્રોડ્યુસર મધુ મન્ટેના ૧૧ જૂને યોગ આચાર્ય ઈરા ત્રિવેદી સાથે લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે
પ્રોડ્યુસર મધુ મન્ટેના યોગ આચાર્ય ઈરા ત્રિવેદી સાથે કરશે લગ્ન?
પ્રોડ્યુસર મધુ મન્ટેના ૧૧ જૂને યોગ આચાર્ય ઈરા ત્રિવેદી સાથે લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેણે ‘ગજની’, ‘ક્વીન’, ‘લૂટેરા’, ‘મસાન’, ‘ઉડતા પંજાબ’ અને ‘સુપર 30’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. દસ વર્ષ અગાઉ મધુ મન્ટેના અને ઈરાની મુલાકાત થઈ હતી. હવે તેઓ પોતાના રિલેશનને એક સ્ટેપ આગળ લઈ જવા માગે છે. આ બન્નેએ જુહુના ઇસ્કૉન મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેઓ ગ્રૅન્ડ લગ્ન કરવાનું નથી વિચારી રહ્યાં. ઈરા પ્રાઇવેટ પર્સન છે તો બીજી તરફ મધુનું ફ્રેન્ડસર્કલ વિશાળ છે. ૧૧ જૂને લગ્ન કર્યા બાદ તેઓ રિસેપ્શનનું પણ આયોજન કરશે.

