પ્રિયંકાએ પતિ સાથેની ડેટિંગની યાદો તાજા કરી, કિંગ ખાન સાથેની તસવીરો વાયરલ
તસવીર સૌજન્ય: સોશ્યલ મિડિયા
પ્રિયંકા ચોપરા અને પૉપ સિંગર નિક જોનાસની જોડી ઇન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમર્સ જોડીમાંની એક છે. આજે કપલ તેમની ડેટિંગની બીજી એનિર્વસરી ઉજવી રહ્યાં છે અને તેમણે સોશ્યલ મિડિયા પર ફોટો શૅર કરીને જૂની સ્મૃતિઓ વાગોળી છે. બીજી બાજુ અભિનેત્રીની કિંગ ખાન સાથેની તસવીરો સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થઈ છે.
પ્રિયંકાએ નિક સાથે પહેલી વખત ફોટો પડાવ્યો તે પળને યાદ કરતા તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, બે વર્ષ પહેલા આજે અમે અમારી પહેલી તસવીર સાથે ક્લિક કરી હતી. ત્યારથી આજ સુધી દરરોજ તે મારા જીવનમાં આનંદનો ઉમેરો કર્યો છે. આઈ લવ યુ નિક જોનાસ.
ADVERTISEMENT
નિકે પણ પ્રિયંકા સાથેની તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, હું અને આ સુંદર સ્ત્રી બે વર્ષ પહેલા આ દિવસે ડેટ પર ગયાં હતાં. આ બે વર્ષ મારી જીંદગીના સૌથી ઉત્તમ છે. આઈ લવ યુ બેબે. હેપી ટુ ર્યસ.
બીજી બાજુ, 'ડોન 2' દ્વારા પ્રેક્ષકોનું દિલ જીતનાર જોડી શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાની તે સમયની તસવીરો સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થઈ છે. આ તસવીરો ફિલ્મની જર્મનીના બર્લિનમાં યોજાયેલી પ્રમોશનલ પાર્ટીની છે. બાદશાહ ખાન અને દેસી ગર્લ મન મૂકીને નાચતા આ તસવીરોમાં નજરે પડે છે.
જો ફિલ્મની વાત કરીએ તો છેલ્લે શાહરૂખ ખાન આનંદ એલ રૉયની 'ઝીરો'માં દેખાયો હતો. જ્યારે પ્રિયંકા 'ધ સ્કાય ઈસ પિન્ક'માં જોવા મળી હતી.

