બાવીસ વર્ષની કરીઅરમાં પહેલી વાર ‘સિટાડેલ’ માટે તેને લીડ હીરો જેટલા પૈસા ચૂકવવામાં આવ્યા
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે ૨૨ વર્ષની કરીઅરમાં પહેલી વાર મને લીડ હીરો જેટલા પૈસા ચૂકવવામાં આવ્યા. ઍમેઝૉન પ્રાઇમ માટેની તેની ‘સિટાડેલ’ ૨૮ એપ્રિલે સ્ટ્રીમ થઈ રહી છે. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘આ કોણ જોઈ અને સાંભળી રહ્યું છે એના આધારે હું મુસીબતમાં મુકાઈ શકું છું, પરંતુ હું ૨૨ વર્ષથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું. મને ૨૨ વર્ષ થઈ ગયાં છે અને મેં ૭૦થી વધુ ફિલ્મો અને બે ટીવી-શો કર્યા છે. જોકે મેં ‘સિટાડેલ’માં કામ કર્યું ત્યારે મારા કરીઅરમાં પહેલી વાર મને લીડ હીરો જેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે. હું આ વિશે હસી રહી છું, પરંતુ એ દુઃખની વાત છે કે હું અન્ય જેટલી જ મહેનત કરતી હોવા છતાં મને ઓછા પૈસા મળતા હતા. જોકે ઍમેઝૉન સ્ટુડિયોએ કહ્યું કે તું કો-લીડ છે અને તું આ પૈસાને ડિઝર્વ કરે છે અને એ યોગ્ય પણ છે. મેં કહ્યું કે હા, તમારી વાત સાચી છે.’
પ્રી-ઑસ્કર પાર્ટી
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસ અને રામ ચરણ ઑસ્કરની પ્રી-ઑસ્કર પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે જોવા મળ્યો હતો. તેમણે ત્રણે જણે આ પાર્ટીમાં સાથે પોઝ આપ્યો હતો.