જ્યારે પ્રિયંકાએ ગાલા ઈવેન્ટ (Priyanka Chopra in Met Gala 2023)માં બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી કરી ત્યારે તેનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. અભિનેત્રીની સાથે તેના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ(Nick jonas) પણ હતા.
પ્રિયંકા ચોપરા-તસવીર સૌજન્ય પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Jonas)ગ્લિટ્ઝ અને ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેના આઉટફિટને લઈ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાનો મેટ ગાલા ઈવેન્ટ 2023 (Priyanka Met Gala 2023)નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી તેના પતિ સાથે બ્લેક આઉટફિટમાં સજ્જ થઈ પહોંચી હતી. પ્રિયંકાએ બ્લેક વેલેન્ટિનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યુ હતુ. આ દરમિયાન બધાની નજર અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પર ટકેલી હતી.
પ્રિયંકાએ ગાલા ઈવેન્ટમાં ખૂબ જ મોંઘો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો
ADVERTISEMENT
દેશી ગર્લે મેટ ગાલા 2023 (Met Gala 2023) માં 11.6 કેરેટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ બલ્ગારીનો હતો. જો કે, પ્રિયંકાના નેકલેસની કિંમત જાણી દંગ રહી જશો. વાયરલ થઈ રહેલી ટ્વિટ અનુસાર, પ્રિયંકાના નેકપીસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 204 કરોડ રૂપિયા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "મેટ ગાલા પછી પ્રિયંકા ચોપરાના USD 25 મિલિયન બલ્ગારી ઓફિશિયલ નેકલેસની હરાજી કરવામાં આવશે."
View this post on Instagram
આ પણ વાંચો: પ્રિયંકાની ‘સિટાડેલ’ બની દુનિયાની નંબર વન વેબ-સિરીઝ
ગાલા ઈવેન્ટમાં પ્રિયંકાનું ઉષ્માભર્યું સ્વાગત થયું
રસપ્રદ વાત એ છે કે, જ્યારે પ્રિયંકાએ ગાલા ઈવેન્ટમાં બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી કરી ત્યારે તેનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. અભિનેત્રીની સાથે તેના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ પણ હતા. પ્રિયંકા તેના પતિનો હાથ પકડીને ગાલા પર પહોંચી. આ દરમિયાન કપલે સાથે મળીને રેડ કાર્પેટ પર પેપ્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા.
પ્રિયંકા ચોપરા વર્ક ફ્રન્ટ
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા તેની તાજેતરમાં રિલીઝ થયેલી અમેરિકન વેબ સીરિઝ `સિટાડેલ` માટે હેડલાઇન્સમાં છે. એક્શન થ્રિલર સિરીઝને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રાઇમ વિડિયો વેબ સિરીઝ `સિટાડેલ`માં રિચાર્ડ મેડન, સ્ટેનલી તુચી અને લેસ્લી મેનવિલે પણ અભિનય કર્યો છે. બીજી તરફ, વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ `સિટાડેલ`ના ભારતીય સંસ્કરણમાં હશે. પ્રિયંકાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ `લવ અગેન` પણ આ મહિને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે સેમ હ્યુગન અને સેલિન ડીયોન પણ છે. તે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ `જી લે ઝરા`માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.