પોતાને અસ્થમા, નિકને ટાઇપ1 ડાયાબિટીઝ હોવાથી કોરોનામાં કાળજી રાખવી પડે
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેને અસ્થમા હોવાથી અને નિક જોનસને ટાઇપ 1 ડાયાબિટીઝ હોવાથી લૉકડાઉનમાં વધુ ધ્યાન રાખવું પડે છે. પ્રિયંકા અને નિકનાં લગ્ન 2018માં થયાં હતાં. હાલમાં પ્રિયંકા અમેરિકામાં છે. કોરોના કાળમાં વધુ કાળજી રાખવા વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મને અસ્થમા છે અને મારા હસબન્ડને ટાઇપ 1 ડાયાબિટીઝ છે. એથી અમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. જોકે ઘણા બધા ઝૂમ કૉલ્સ અને ઝૂમ બ્રન્ચીસ હોય છે. અમારા ફ્રેન્ડ્સ અને ફૅમિલી ઘણાબધા છે. તાજેતરમાં જ ફૅમિલીમાં અનેક બર્થ-ડે પણ હતા. એથી અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતાં લંચ કર્યું હતું. જો તમે ફૅમિલી અને ફ્રેન્ડ્સની સાથે કનેક્ટ થઈ શકતા હો, પછી એ ભલે વર્ચ્યુઅલી કે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને હોય તો તમને એક પ્રકારે નૉર્મલ્સીની લાગણી આવે છે.’
લૉકડાઉનમાં તે કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘એક ક્રીએટિવ વ્યક્તિ તરીકે ક્વૉરન્ટીનમાં અનેક પ્રોજેક્ટસ મારે જતા કરવા પડ્યા હતા. મેં કેટલાક શો અને મૂવીઝ ડેવલપ કર્યા, મારી બુક પૂરી કરી. આ મારા માટે સારો સમય રહ્યો.’

