થોડા સમય પહેલાં જ બૉલીવુડમાં પોતાની સાથે થયેલા કડવા અનુભવ વિશે તેણે જણાવ્યું હતું.
પ્રિયંકા ચોપડા
અમેરિકામાં સેટલ થયેલી પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું છે કે તેનું ઘર ઇન્ડસ્ટ્રીના લોકો માટે ખુલ્લું છે. અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તે લૉસ ઍન્જલસમાં સેટલ થઈ છે. ત્યાંના અનેક પ્રોજેક્ટ્સમાં પણ તે કામ કરે છે. સાથે જ ભારત પણ આવે છે. તાજેતરમાં તે તેની અમેરિકન સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈ આવી હતી. વિદેશમાં વસવું તેના માટે અઘરું હતું એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મને ફોન આવે છે અને હું ઇચ્છું છું કે લોકોના ફોન આવે. તમે કોઈને નથી ઓળખતા, તમે સેટ પર જાઓ છો, કામ કરો છો, ઘરે આવો છો અને પછી શું? તમને ઘરની દીવાલો ખૂંચે છે. પોતાના સમાજને છોડીને, પોતાનું ફૂડ છોડીને, પોતાની ફૅમિલી છોડીને, ફ્રેન્ડ્સ બધાને છોડીને તમે ત્યાં જાઓ છો. મારા માટે એ ખૂબ અઘરું હતું. એથી મારા માટે એ અગત્યનું છે કે મારું જે ઘર છે એ મારી ઇન્ડસ્ટ્રીના લોકો માટે હોય. તેઓ કહે કે દેખો હમારી લડકી વહાં પે હૈ. આ જાઓ મેરે ઘર ખાના ખાને કે લિએ. બોનીજી, આ જાઓ આ જાઓ.’
કાસ્ટિંગ પૉલિટિક્સથી નહીં, મેરિટથી થવું જોઈએ
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે બૉલીવુડમાં કાસ્ટિંગ પૉલિટિક્સથી નહીં, પરંતુ યોગ્યતાના આધારે થવું જોઈએ. થોડા સમય પહેલાં જ બૉલીવુડમાં પોતાની સાથે થયેલા કડવા અનુભવ વિશે તેણે જણાવ્યું હતું. એથી તેણે હૉલીવુડમાં કામ કરવાનો ફેંસલો કર્યો હતો. વર્તમાનમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા સુધારા કરવા જોઈએ એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મને લાગે છે કે જ્યારે તકની વાત આવે ત્યારે મેરિટ વધુ અગત્યની હોય છે. હવે આપણે સ્ટ્રીમિંગના વિશ્વમાં રહીએ છીએ. છેલ્લાં પાંચથી દસ વર્ષમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ બદલાઈ ગઈ છે. રાઇટર્સ, ડિરેક્ટર્સ, ઍક્ટર્સ જે ઇન્ડસ્ટ્રીની બહારથી આવે છે તે ટૅલન્ટથી ભરપૂર હોય છે. મને લાગે છે કે કામ ટૅલન્ટના આધારે મળવું જોઈએ, વર્કપ્લેસનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ. કાસ્ટિંગ કરવાનું કામ કાસ્ટિંગ ડિરેક્ટરનું છે, ન કે પૉલિટિક્સથી કરવું જોઈએ. એના પર ચર્ચા થવી ખૂબ-ખૂબ જરૂરી છે, જેથી ઇન્ડસ્ટ્રીમાં જે કૅમ્પ્સ ચાલી રહ્યા છે એ ન થાય. એ ત્યારે જ શક્ય છે જ્યારે યોગ્યતાના આધારે કામ થાય. દેશના અલગ-અલગ ભાગોમાંથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં આવતી નવી ટૅલન્ટને જોઈને મને ખુશી થાય છે.’