એક વર્ષ અગાઉ તેઓ સરોગસીથી પેરન્ટ્સ બન્યાં હતાં.
રોમૅન્સ ઇન આઇસ
પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ તેમની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે કોલોરાડોના એસ્પેનમાં ફરવા નીકળ્યાં છે. આ બન્નેએ હાલમાં જ તેમની દીકરીની ઝલક દેખાડી હતી. એક વર્ષ અગાઉ તેઓ સરોગસીથી પેરન્ટ્સ બન્યાં હતાં. પોતાની હાલની ટ્રિપના ફોટો નિકે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. એક ફોટોમાં પ્રિયંકા, નિક તેમની દીકરી સાથે ઊભાં છે. આસપાસ બરફ પણ દેખાય છે. તેઓ બરફથી રમી રહ્યાં છે. એથી કહી શકાય કે રોમૅન્સ ઇન આઇસ.