Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા મિસ વર્લ્ડ પૅજન્ટની તૈયારી કરી શકે એ માટે તેની મમ્મીએ છોડી હતી કરીઅર

પ્રિયંકા મિસ વર્લ્ડ પૅજન્ટની તૈયારી કરી શકે એ માટે તેની મમ્મીએ છોડી હતી કરીઅર

Published : 07 July, 2023 02:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા જ્યારે મિસ ઇન્ડિયા બની ત્યારે તેને મિસ વર્લ્ડની તૈયારી માટે મુંબઈ આવવાનું હતું.

પ્રિયંકા ચોપડા અને મધુ ચોપડા

પ્રિયંકા ચોપડા અને મધુ ચોપડા


પ્રિયંકા ચોપડા જોનસ મિસ વર્લ્ડની પૅજન્ટ માટે તૈયારી કરી શકે એ માટે તેની મમ્મી ડૉક્ટર મધુ ચોપડાએ તેમની કરીઅર છોડી હતી. એ નિર્ણય તેમના માટે લાઇફ ચેન્જિંગ રહ્યો હતો. પ્રિયંકા જ્યારે મિસ ઇન્ડિયા બની ત્યારે તેને મિસ વર્લ્ડની તૈયારી માટે મુંબઈ આવવાનું હતું. એથી તેમના પરિવારે સાથે મળીને નિર્ણય લીધો કે તેની સાથે કોઈએ મુંબઈમાં રહેવું પડશે. આ જ કારણ છે કે તેની મમ્મીએ પોતાની પ્રૅક્ટિસ છોડીને મુંબઈ પ્રિયંકા સાથે રહેવું પડ્યું હતું. એ આખા પ્રકરણ વિશે મધુ ચોપડાએ કહ્યું કે ‘સૌથી મોટું પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે પ્રિયંકા સૌંદર્ય સ્પર્ધા જીતી ગઈ હતી. તે મિસ ઇન્ડિયા બની ગઈ અને મિસ વર્લ્ડ કૉમ્પિટિશનમાં તેને સામેલ થવાનું હતું. જોકે અમારો પરિવાર એથી ખુશ નહોતો, કેમ કે તે સ્ટડીમાં ખૂબ હોશિયાર હતી અને તેઓ નહોતા ચાહતા કે તેને ડિસ્ટર્બ કરવામાં આવે. તેને બારમા ધોરણની બોર્ડની એક્ઝામ આપવાની હતી. એ સમય ખૂબ કઠિન હતો. એ વખતે તે બૉસ્ટનથી આવી હતી. આપણા ભારતના સ્કૂલ એજ્યુકેશન કરતાં અમેરિકાનું ભણતર ખૂબ અલગ હતું. એથી તેને ભારતના સ્ટુડન્ટ્સની સરખામણીએ આવવા માટે એક વર્ષનો ગૅપ લેવાનો હતો. તેને સાયન્સ લેવું હતું. એથી અમે તેને એક વર્ષનો ગૅપ આપવાનું નક્કી કર્યું અને એ જ વખતે તેને આ તક મળી. તે મિસ ઇન્ડિયા બની અને તેને મિસ વર્લ્ડ પૅજન્ટની તૈયારી માટે બૉમ્બે શિફ્ટ થવાનું હતું. એ વખતે મારા પરિવારે એક શરત રાખી કે તેની સાથે કોઈ એક પેરન્ટ રહેશે તો જ તે જઈ શકે છે. એથી અમે સાથે બેસીને ચર્ચા કરી, કેમ કે અમારી પ્રૅક્ટિસ એ વખતે ખૂબ સારી ચાલતી હતી. મારા હસબન્ડે કહ્યું કે ‘ચિંતા ન કર. તારી પ્રેક્ટિસ માટે હું કોઈ અન્યને હાયર કરી લઈશ. દીકરી માટે તેની મમ્મી સાથે રહે એ વધુ અગત્યનું છે.’ એથી એવું નક્કી થયું કે હું તેની સાથે જાઉં. મેં મારી પ્રૅક્ટિસ રાતોરાત છોડી દીધી અને તેની સાથે બૉમ્બે આવી ગઈ. મારા માટે એ જીવન બદલનારો નિર્ણય હતો.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2023 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK