Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાકની સર્જરીને કારણે ત્રણ ફિલ્મ ખોઈ હતી પ્રિયંકાએ

નાકની સર્જરીને કારણે ત્રણ ફિલ્મ ખોઈ હતી પ્રિયંકાએ

Published : 05 May, 2023 04:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાની હાલમાં ‘સિટાડેલ’ ઍમેઝૉન પ્રાઇમ પર વીકલી એપિસોડ દ્વારા રિલીઝ થઈ રહી છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની નાકની સર્જરી ખોટી થઈ હોવાથી તેણે ત્રણ ફિલ્મ ખોઈ હતી. પ્રિયંકાની હાલમાં ‘સિટાડેલ’ ઍમેઝૉન પ્રાઇમ પર વીકલી એપિસોડ દ્વારા રિલીઝ થઈ રહી છે. તે હાલમાં આ શોને પ્રમોટ કરી રહી છે અને એ માટે તે ‘હાવર્ડ સ્ટર્ન શો’માં ગઈ હતી. આ દરમ્યાન તેણે તેની બૉલીવુડના કરીઅર વિશે વાત કરી હતી. તેની નાકની સર્જરી વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘આ થયું હતું અને મારો ચહેરો એકદમ અલગ દેખાઈ રહ્યો હતો. આથી હું ખૂબ જ ડિપ્રેશનમાં જતી રહી હતી.’


સર્જ્યને ખોટી સર્જરી કરી હોવાથી તેના નાકમાં પ્રૉબ્લેમ આવ્યો હતો. તે ઘરની બહાર પણ નહોતી નીકળી શકતી. તેના પિતાએ તેને પ્રોત્સાહન આપ્યું હતું અને તેને ફરી સારા ડૉક્ટર પાસે સર્જરી કરાવવા માટે કહ્યું હતું. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારા પિતાએ મારો હાથ નહોતો છોડ્યો અને મારો કૉન્ફિડન્સ તેમણે બનાવી રાખ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK