Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠી ફિલ્મ પાણીના પ્રમોશન માટે પ્રિયંકા ભારત આવી છે

મરાઠી ફિલ્મ પાણીના પ્રમોશન માટે પ્રિયંકા ભારત આવી છે

Published : 17 October, 2024 10:14 AM | Modified : 17 October, 2024 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટોગ્રાફરોએ પૂછ્યું, નિકજીજુ સલામત છેને?

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા ગઈ કાલે તેના પ્રોડક્શનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘પાણી’ના પ્રમોશન માટે મુંબઈ આવી હતી. તેણે લાઇટ કલરનો લૂઝ પાયજામો અને ક્રૉપ ટૉપ પહેર્યું હતું. સાથે મૅચિંગમાં એ જ રંગની કૅપ પણ પહેરી હતી. તેણે બ્લૅક ગૉગલ્સ પહેર્યાં હતાં અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. પ્રિયંકા ઍરપોર્ટમાંથી બહાર નીકળી ત્યારે તેના ચાહકો અને ફોટોગ્રાફરો તેના ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત હતા, તેણે તેમની સામે વેવ કર્યું હતું અને તમામને હાથ જોડીને નમસ્તે કહ્યું હતું. 


ચેક રિપબ્લિકના પ્રાગમાં એક કાર્યક્રમમાં પ્રિયંકાના પતિ નિક પર કોઈએ લેસર લાઇટ નાખી એને પગલે તે ડરીને સ્ટેજ પરથી ભાગી ગયો હતો, તેને લાગ્યું હતું કે તેના પર અટૅક થવાનો છે. જોકે પછી લેસર લાઇટ નાખનારી વ્યક્તિને દૂર કરવામાં આવી હતી. આ ઘટનાના  સમાચાર વચ્ચે પ્રિયંકા ભારત આવી છે એટલે તેને ફોટોગ્રાફરોએ પૂછ્યું હતું કે નિકજીજુ સલામત છેને?


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK