ગ્લોબલ સિટિઝન પ્રાઇઝ અવૉર્ડમાં સ્પેશ્યલ અપિઅરન્સ આપશે પ્રિયંકા અને નિક
પ્રિયંકા અને નિક
પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસને ગ્લોબલ સિટિઝન પ્રાઇઝ અવૉર્ડમાં સ્પેશ્યલ અપિઅરન્સ આપવાની તક મળી છે. જોકે એ જાણવા નથી મળ્યું કે આ ગાલા ઇવેન્ટમાં તેઓ શું પર્ફોર્મ કરશે. આ વર્ષે આ શોને સિંગર જૉન લિજેન્ડ હૉસ્ટ કરશે. એ દરમ્યાન તે લોકોને સન્માનિત કરવામાં આવશે જેઓ ગરીબીને મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ શોમાં ઍલિસિયા કારા, કૅરી અન્ડરવુડ, કૉમન, ગ્વેન સ્ટેફની, જોજો અને ટોરી કેલી પણ પર્ફોર્મ કરશે. ૧૯ ડિસેમ્બરે આ શો આયોજિત થવાનો છે. આ શોમાં ગ્લોબલ સિટિઝન ઑફ ધ યર, ગ્લોબલ સિટિઝન પ્રાઇઝ ફૉર વર્લ્ડ લીડર, ગ્લોબલ સિટિઝન પ્રાઇઝ ફૉર બિઝનેસ લીડર, ગ્લોબલ સિટિઝન આર્ટિસ્ટ ઑફ ધ યર, સિસ્કો યુથ લીડરશિપ અવૉર્ડ અને ગ્લોબલ સિટિઝન કાઉન્ટી હીરો અવૉર્ડ લોકોને આપવામાં આવશે.

