Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાએ કેમ છોડ્યું બૉલિવૂડ? 10 વર્ષ બાદ છલક્યું દર્દ, જાણો

પ્રિયંકા ચોપરાએ કેમ છોડ્યું બૉલિવૂડ? 10 વર્ષ બાદ છલક્યું દર્દ, જાણો

Published : 28 March, 2023 04:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનેક હિટ ફિલ્મ આપ્યા બાદ અચાનક પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Jonas)એ બૉલિવૂડ છોડી હોલીવૂડનો રસ્તો કેમ પસંદ કર્યો એનો જવાબ ચોંકાવનારો છે. આવું અભિનેત્રીએ કેમ કર્યુ? આ સવાલનો જવાબ દેશી ગર્લે 10 વર્ષ બાદ આપ્યો છે.

પ્રિયંકા ચોપરા જોનાસ

પ્રિયંકા ચોપરા જોનાસ


બૉલિવૂડથી હોલીવૂડ સુધીની સફર તય કરનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા(Global Star Priyanka Chopra Jonas)નું વર્ષ બાદ દર્દ છલકાયું છે, જેના વિશે આજ સુધી લગભગ કોઈને જ જાણ નહોતી. પ્રિયંકાના ફેન્ચ હંમેશાથી જાણવા ઈચ્છતા હતા કે આખરે પ્રિયંકાએ બૉલિવૂડથી દૂર હોલીવૂડમાં કામ શોધવાનું કેમ શરૂ કર્યુ? પ્રિયંકા ચોપરા બૉલિવૂડમાં ટૉપ એક્ટ્રેસમાંની એક હતી, તો શા તેણીએ હોલીવૂડ તરફ પગલા માંડ્યા? લોકોના મનમાં વર્ષોથી ભમી રહેલા આ સવાલ પર અભિનેત્રીએ ચુપ્પી તોડી છે અને તેણીએ આ આવું કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે, જે વાસ્તવમાં હેરાન કરી દે એવું છે. 


`ફેશન`, `સાત ખૂન માફ`, `કમીને`, `અંદાજ`,`બર્ફી`અને `એતરાજ` જેવી કેટલીક હિટ ફિલ્મ આપ્યા બાદ અચાનક પ્રિયંકા ચોપરાએ બૉલિવૂડ છોડી હોલીવૂડનો રસ્તો કેમ પસંદ કર્યો એનો જવાબ ચોંકાવનારો છે. આવું અભિનેત્રીએ કેમ કર્યુ? આ સવાલનો જવાબ અભિનેત્રીએ 10 વર્ષ બાદ આપ્યો છે. દેશી ગર્લે એ રાજ ખોલ્યા છે, જે જાણીને તમે બધા દંગ રહી જશો. 



પહેલી વાર બૉલિવૂડ ટૂ હોલીવૂડ પર કરી વાત


દેશી ગર્લ આ દિવસોમાં પ્રિયંકા વેબ સીરિઝ `સિટાડેલ`ને લઈ ખુબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ડેક્સ શેફર્ડ સાથે પોડકાસ્ટ શો `આર્મચેઅર એક્સપર્ટ` માં પોતાના એ નિર્ણયનો ઉલ્લેખ કર્યો, જેણે બધાને ચોંકાવી દીધા છે. બૉલિવૂડ છોડી હોલીવૂડના માર્ગ તરફ કેમ વળ્યા તે વિશે વાત કરતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે બૉલિવૂડમાં મનગમતું કામ નહોતું મળી રહ્યું, જે કામ મળતું હતું તેમાં તે ખુશ નહોતી.

આ પણ વાંચો: Love Again: પ્રિયંકા ચોપડાની હૉલિવૂડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, નિક પણ છે કનેક્ટેડ 


આ વાતચીત દરમિયાન, તેણીએ કબૂલ્યું કે તે બૉલીવુડથી હોલીવુડ પર પ્રથમ વખત વાત કરવા જઈ રહી છે, કારણ કે તે આ વાતચીતમાં થોડી `સલામત` અનુભવી રહી હતી. તેણે કહ્યું, `દેશી હિટ્સ`ની અંજલિ આચાર્યએ એકવાર તેને એક મ્યુઝિક વીડિયોમાં જોયો અને ફોન કર્યો. આ વાત તે સમયે બની જ્યારે પ્રિયંકા `સાત ખૂન માફ`નું શૂટિંગ કરી રહી હતી. અંજલિએ પ્રિયંકાને પૂછ્યું કે શું તેણીને તેની સંગીત કારકિર્દી અમેરિકામાં બનાવવામાં રસ છે?

પ્રિયંકાએ કહ્યું આ તે સમય હતો જ્યારે હું બોલિવૂડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી અને આ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહી હતી. તેણે પોતાની મજબૂરી પાછળનું કારણ પણ જણાવ્યું અને કહ્યું, `ત્યારે મને ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં એક ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી. લોકો મને કાસ્ટ કરતા ન હતા. મને લોકોની ફરિયાદો હતી. હું તે રમત રમવામાં સારી નહોતી. હું આ પ્રકારની રાજનીતિથી કંટાળી ગઈ હતી અને મને બ્રેકની જરૂર હતી અને આ મ્યુઝિકે મને દુનિયાની બીજી બાજુ જવાની તક આપી.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK