મધુ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પ્રિંયકાના સીન્સ કરવાની ના પાડવાને કારણે તેને ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ વાત જાણ્યા બાદ ચાહકો પણ દંગ છે અને પોતાના રિએક્શન આપતા જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા (ફાઈલ તસવીર)
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલ પોતાના બૉલિવૂડ પરના નિવેદનોને લઈને ચર્ચામાં છે. જ્યાં તાજેતરમાં જ તેમણે બૉલિવૂડ છોડીને હૉલિવૂડનો માર્ગ અપનાવવાને કારણે ચાહકોને ચોંકાવી દીધું તો હવે તેમની માતા મધુ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક્ટ્રેસના સીન્સ કરવાની ના પાડવાને કારણે તેને ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ વાત જાણ્યા બાદ ચાહકો પણ દંગ છે અને પોતાના રિએક્શન આપતા જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા જોનસની મા મધુ ચોપરાએ તાજેતરમાં જ જોશ ટૉક્સ આશા સાથે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, "અમે બન્ને ફિલ્મ અને બ્યૂટી ઈન્ડસ્ટ્રી માટે નવા હતા. તો, આ એવું હતું કે એક અંધ વ્યક્તિ બીજી અંધ વ્યક્તિને આશરો આપી રહી છે. મેં કાયદાનું શિક્ષણ મેળવ્યું અને કારણકે હું ફિનાન્સ વિશે જાણતી હતી આથી તેના સારા વકીલ હોવા છતાં હું તેના કાયદાકીય કેસ જોતી હતી. મધુએ વાતચીતમાં કહ્યું, મને દરેક જગ્યાએ તેની સાથે રહેવું પડતું હતું, પછી તે કોઈ નરેશન હોય કે મીટિંગ. એક દિવસ અમે નિરિણય લીધો કે તે કોઈ મીટિંગ નહીં કરે, તે ક્યાંય પણ બહાર નહીં જાય અને સાંજે 7-7.30 વાગ્યા બાદ કોઈના ટચમાં નહીં રહે અને તે પોતાના નિર્ણય પર ટકી રહી. અને પછી શું કરશે, શું નહીં કરે." શિસ્તમાં રહીને તેણે તે ન કર્યું... તેણે અનેક ફિલ્મો ગુમાવી દીધી કારણકે તેણે અમુક સીન્સ કરવાની ના પાડી હતી જે તેને લાગતા હતા કે તેને લાયક નથી.
ADVERTISEMENT
મધુએ એ પણ ઈન્ટરવ્યૂમાં કહ્યું, તેણે પ્રિયંકાને કહ્યું કે તેની પાસે હંમેશા બીજા કરિઅરની પસંદગીનો વિકલ્પ હતો અને તેનું બૉલિવૂડ કરિઅર `કરો યા મરો` નહોતું. તેણે પ્રિયંકાને કહ્યું કે તે હંમેશાં પાછી આવીને ફરી `ભણવાનું શરૂ કરી શકે છે અથવા કોઈ અન્ય કરિઅરને સ્વીકારી શકે છે.` કારણકે તેની પાસે અનેક ઑપ્શન છે.
આ પણ વાંચો : આ એક્ટ્રેસ પરણી પોતાનાથી નાના પાર્ટનરને
જણાવવાનું કે, પ્રિયંકા તાજેતરમાં જ દીકરી માલતી અને પતિ નિક જોનાસ સાથે મુંબઈ આવી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ સિટાડેલમાં જોવા મળશે. જેનું હાલમાં જ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું.