એક દિવ્યાંગ પ્રીતિની કારનો પીછો કરી રહ્યો છે એનો વિડિયો તેણે શૅર કર્યો હતો.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ તેની અને તેનાં બાળકોની જે પ્રકારે પજવણી કરવામાં આવી છે એ વિશે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી. એને જોતાં તેના સપોર્ટમાં પ્રિયંકા ચોપડા જોનસ, હૃતિક રોશન અને અર્જુન રામપાલ સહિત અનેક લોકો આગળ આવ્યા છે. એક દિવ્યાંગ પ્રીતિની કારનો પીછો કરી રહ્યો છે એનો વિડિયો તેણે શૅર કર્યો હતો. એ દિવ્યાંગ સતત તેને પૈસા માટે પરેશાન કરી રહ્યો છે. એ વખતે કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું અને ફોટોગ્રાફર્સ એ ઘટનાનો આનંદ લઈ રહ્યા હતા. એથી તેણે ત્યાં હાજર લોકોને પણ ખખડાવ્યા છે. આ ઘટના બાદ સૌ ચોંકી ગયા છે. પ્રિયંકાએ એ વિડિયો પર શૉકિંગ ઇમોજી શૅર કરી હતી. તો હૃતિકે કમેન્ટ કરી કે વેલ ડન પ્રી. મલાઇકા અરોરાએ લખ્યું કે તેણે આ ઘટનાને સ્પષ્ટ અને જોરદાર રીતે વ્યક્ત કરી છે. બીજી તરફ અર્જુન રામપાલે લખ્યું કે હવે ફરી ક્યારેય આવું થાય તો મને કૉલ કરજે, હું એ બરાબર રીતે ઉકેલી લઈશ.