પ્રિયંકાએ તેના હસબન્ડ નિક સાથેનો ફોટો શૅર કર્યો હતો
અમેરિકામાં રંગ બરસે
અમેરિકામાં પ્રિયંકા ચોપડા જોનસ, તેનો હસબન્ડ નિક જોનસ, પ્રીતિ ઝિન્ટા અને તેના હસબન્ડ જીન ગુડઇનફે તેમના ફ્રેન્ડ્સ સાથે મળીને રંગોના ઉત્સવને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. એનો ફોટો અને વિડિયો પ્રીતિએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. પ્રિયંકાએ તેના હસબન્ડ નિક સાથેનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં દેખાય છે કે પ્રિયંકા દોડી રહી છે અને નિક તેની પાછળ કલર લઈને દોડી રહ્યો છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘દરેકને હૅપી હોલી. તમે એમ કહી શકો છો કે અમે એને ખરેખર સિરિયસલી લઈ લીધો છે.’
બીજી તરફ હોલી સેલિબ્રેશનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી, ‘હૅપી હોલી. આજનો દિવસ ખૂબ મજાનો રહ્યો. પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ આ મજેદાર સેલિબ્રેશનનું આયોજન કરવા માટે તમારો આભાર. ભગવાનની મહેરબાની છે કે વરસાદ નથી પડ્યો અને સૂર્યપ્રકાશ છે. આજે તો ડાન્સ અને સ્વાદિષ્ટ ફૂડ બાદ હું ભરપૂર નીંદર પૂરી કરવાની છું.’