પ્રિયંકાએ ની-લેંગ્થનો ગ્રીન, ગ્રે અને બ્લૅકના કૉમ્બિનેશનવાળો ડ્રેસ પહેર્યો હતો.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ હસબન્ડ નિક જોનસ સાથે લંડનમાં આયોજિત ઑલ ઇંગ્લૅન્ડ લૉન ટેનિસ જોવા પહોંચી હતી. આ ટેનિસ ટૂર્નામેન્ટ જોવા માટે સેલિબ્રિટીઝ હાજર રહેતી હોય છે. અહીં વિમેન્સ ફાઇનલ જોવા માટે આ બન્ને પણ એક્સાઇટેડ થઈ ઊઠ્યાં હતાં. પ્રિયંકાએ ની-લેંગ્થનો ગ્રીન, ગ્રે અને બ્લૅકના કૉમ્બિનેશનવાળો ડ્રેસ પહેર્યો હતો. તો બીજી તરફ નિકે વાઇટ શર્ટ પર ક્રીમ કલરનો સૂટ પહેર્યો હતો. એના ફોટો નિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. એ અગાઉ પ્રિયંકાએ એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એમાં નિક તેની પોનીટેઇલ બનાવી રહ્યો છે. તેમને જોઈને આ પાવર કપલનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. સોશ્યલ મીડિયામાં આ બન્ને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે.