ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ
ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ
અમેરિકન પૉપ સિંગર નિક જોનસને વાઇફ પ્રિયંકા ચોપડા જોનસ પાસેથી ઘણાં બાળકો મળે એવી ઇચ્છા છે. નિક અને પ્રિયંકાનાં લગ્ન ૨૦૧૮માં હિન્દુ અને ક્રિશ્ચન રીતરિવાજ પ્રમાણે થયાં હતાં. આ બન્ને એકબીજા પ્રતિ પ્રેમ અને લાગણી જાહેરમાં વ્યક્ત કરે છે. સોશ્યલ મીડિયામાં પણ તેઓ પોતાના ફૅન્સ સાથે પોતાની લવ-લાઇફ શૅર કરે છે. એક ઇન્ટરવ્યુમાં થયેલી વાતચીતમાં બાળકો વિશે સવાલ પૂછવામાં આવતાં નિકે કહ્યું હતું કે ‘મારા માટે પેરન્ટિંગ ખૂબ જ સુંદર જર્ની રહેવાની છે. મને તેની પાસેથી અનેક બાળકો જોઈએ છે. પ્રિયંકા મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે અને મને આશા છે કે અમે જલદી ભગવાનની કૃપાથી પેરન્ટ્સ બનીએ. ભવિષ્યમાં જે યોગ્ય હશે એ થશે. એકબીજાને પામીને અમે ખુશ છીએ. ભવિષ્યને લઈને અમે ખૂબ ઉત્સાહિત છીએ. જોકે બધું આપણા કન્ટ્રોલમાં નથી હોતું. કપલ તરીકેનું અમારું ફાઉન્ડેશન ખૂબ જ સ્ટ્રૉન્ગ છે અને એથી અમે પેરન્ટ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’
બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ એક હૉટ ફોટોશૂટ કરાવીને જણાવ્યું હતું કે તે જ્યાંથી આવી છે એને પોતાની જાત માટે વ્યાખ્યા બનાવવા નથી માગતી. પ્રિયંકા પોતાના પરિશ્રમના જોરે આજે ગ્લોબલ સ્ટાર છે. તેની પાસે હૉલીવુડના પ્રોજેક્ટ પણ છે. ELLE મૅગેઝિન સાથેના ફોટોશૂટના કેટલાક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. પ્રિયંકા હાલમાં સાઉથ એશિયન કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે. તે કોઈ પણ કામ પૂરી લગનથી કરવા માટે તૈયાર છે. આ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું અહીં આવી અને મેં કહ્યું હતું કે હું કોઈ પણ કામ કરવાથી પાછળ નહીં પડું, કામ કરીશ, ઑડિશન્સ આપીશ, અમેરિકન ઍક્સેન્ટ શીખી રહી છું. હું પણ અહીંનો જ એક ભાગ બનવા માગું છું. હું નથી ચાહતી કે મારી ઓળખ હું જ્યાંથી આવી છું એનાથી થાય. હું નેતૃત્વ કરવામાં ભરોસો રાખું છું.’

