આ ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે.
પૃથ્વીરાજના બર્થ-ડે નિમિત્તે ‘સાલાર’નો લુક થયો રિલીઝ
ઍક્ટર પૃથ્વીરાજ સુકુમારનના બર્થ-ડે નિમિત્તે ગઈ કાલે તેની આગામી ફિલ્મ ‘સાલાર’નો લુક મેકર્સે રિલીઝ કર્યો છે. આવી રીતે તેને મેકર્સે બર્થ-ડેની શુભકામના આપી છે. તેની વાઇફ સુપ્રિયા મેનને તેને માટે દુબઈમાં સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટી પ્લાન કરી હતી. પૃથ્વીરાજ વર્ક કમિટમેન્ટ્સને લઈને ગમે એટલો બિઝી હોય તોય ફૅમિલી માટે સમય ફાળવી જ લે છે. વાત કરીએ ‘સાલાર’ની, તો એમાં તે વર્ધારાજા મન્નારના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. આવતા વર્ષે રિલીઝ થનારી ‘સાલાર’માં લોકોને ‘બાહુબલી’ અને ‘KGF’નું કૉમ્બિનેશન જોવા મળવાનું છે, કેમ કે ‘KGF’ના પ્રોડ્યુસર હોમ્બાલે ફિલ્મ્સ અને ડિરેક્ટર પ્રશાંત નીલે એ બનાવી છે, તો ‘બાહુબલી’નો પ્રભાસ પણ લીડ રોલમાં દેખાવાનો છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પૃથ્વીરાજે કૅપ્શન આપી હતી, ‘થૅન્ક યુ હોમ્બાલે ફિલ્મ્સ. પ્રશાંત નીલ, પ્રભાસ અને ‘સાલાર’ની આખી ટીમનો આભાર. ૨૦૨૩ની ૨૮ સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.’