તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાને ફિલ્મ ‘લાહોર 1947’માં કામ કરવાનું અઘરું લાગ્યું છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ અને શબાના આઝમી જોવા મળશે. ફિલ્મને આમિર ખાને પ્રોડ્યુસ કરી છે અને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની ટીમ સાથેની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ કૅપ્શન આપી, ‘‘લાહોર 1947’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ટીમ સાથે કામ કરવાનો જે અનુભવ છે એ અદ્ભુત રહ્યો છે. ફિલ્મને બનાવવામાં અમને જેટલો આનંદ આવ્યો આશા છે કે તમને એ જોવામાં પણ મજા પડશે. મારા માટે આ ફિલ્મમાં કામ કરવાનું અઘરું રહ્યું છે. છેલ્લા થોડા મહિનાથી ટીમે જે મહેનત અને ધૈર્યથી કામ કર્યું છે એના માટે તેમને ફુલ માર્ક્સ મળે છે. રાજકુમારજી, સની, શબાનાજી, સંતોષ સિવન અને એ. આર. રહમાનનો દિલથી આભાર. તમને હંમેશાં પ્રેમ.’

