નવરાત્રિના અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે પૂજા-ઉપવાસની સાથોસાથ કેટલાક લોકો કન્યાપૂજન પણ કરે છે.
પ્રેગ્નન્ટ કિઆરાએ અષ્ટમીએ ગ્રહણ કર્યો હલવા-પૂરીનો પ્રસાદ
ચૈત્રી નવરાત્રિમાં અષ્ટમીની તિથિનું વિશેષ મહત્ત્વ છે. અષ્ટમીના દિવસે ઉપવાસ કરીને ૯ દિવસનું પુણ્ય કમાવી શકાય છે. નવરાત્રિના અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે પૂજા-ઉપવાસની સાથોસાથ કેટલાક લોકો કન્યાપૂજન પણ કરે છે. શનિવારે અષ્ટમી હતી ત્યારે પ્રેગ્નન્ટ કિઆરા અડવાણીએ પણ પોતાના ઘરમાં અષ્ટમીની પૂજા કરી અને હલવા-પૂરીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કિઆરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઘરમાં બનેલા હલવા-ચણાની તસવીર પોસ્ટ કરીને અષ્ટમીના દિવસે આ પ્રસાદનું સેવન કર્યું હતું. તેણે આ પોસ્ટ પર કોઈ કૅપ્શન નથી લખી, પણ ખુશીની અભિવ્યક્તિ કરવા માટે ફોલ્ડેડ હૅન્ડ, રેડ હાર્ટ તેમ જ હાર્ટ-આઇ ઇમોજી શૅર કર્યાં છે.

