પ્રતીક ગાંધી હવે તાપસી પન્નૂ સાથે જોવા મળશે આ ફિલ્મમાં, જાણો વધુ
ફાઇલ ફોટો
સ્કૅમ 1992 દ્વારા લોકપ્રિય થયેલો ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે ટૂંક સમયમાં જ બૉલીવુડમાં ડેબ્યૂ કરતો જોવા મળશે. અભિનેતા પ્રતીક ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વાતની માહિતી શૅર કરી છે.
ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે તાપસી પન્નૂ સાથે સિદ્ધાર્થ કપૂર દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવતી ફિલ્મ વો લડકી હૈ કહા જે રૉય કપૂર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત થઈ રહી છે તેમાં જોવા મળશે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન અર્શદ સયેદ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આ બાબતની માહિતી અભિનેતા પ્રતીક ગાંધીએ પોતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી છે.
ADVERTISEMENT
પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરતા પ્રતીક ગાંધીએ કૅપ્શનમાં લખ્યું છે કે હવે તે તાપસી સાથે એક ખોવાયેલી છોકરીની શોધમાં જોવા મળશે. સાથે જ તેણે વો લડકી હે કહાને હૅશટૅગ પણ કર્યું છે.
અહીં જુઓ પ્રતીક ગાંધીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
View this post on Instagram
પ્રતીક ગાંધીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેતાએ મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટ કર્યું હતું. આ ફિલ્મ વિશે જણાવતા પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘પેન સ્ટુડિયો અને ડિરેક્ટર હાર્દિક ગજ્જર સાથે ફરી કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. આ એક યુનિક લવ સ્ટોરી છે અને એ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે, કારણ કે મારી સાથે આ ફિલ્મમાં જૅકી શ્રોફ કામ કરી રહ્યા છે.’

