બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો નૅશનલ અવૉર્ડ જીતેલી માનસી પારેખે ગઈ કાલે દિલ્હીથી પોતાના કેટલાક ગ્લૅમરસ ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા
પ્રતીક ગાંધી, માનસી પારેખ
પુરુષો માટેના ફૅશન અને સ્ટાઇલ મૅગેઝિન GQ દ્વારા હાલમાં જ મુંબઈમાં GQ નાઇટ યોજાઈ હતી જેમાં GQ મેન ઑફ ધ યર અવૉર્ડ્સ આપવામાં આવ્યા. આ અવૉર્ડ્સ-નાઇટમાં કાર્તિક આર્યન, વરુણ ધવન, રાજકુમાર રાવને અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ મળ્યા. રાઇઝિંગ સ્ટાર કૅટેગરીમાં આપણા પ્રતીક ગાંધીને નવાજવામાં આવ્યો. પ્રતીકે GQ નાઇટ માટે જે ડ્રેસિંગ કર્યું હતું એના ફોટોગ્રાફ્સ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. પ્રતીકનો આ અનોખો વાઇટ ઍન્ડ વાઇટ લુક ઇવેન્ટમાં અલગ તરી આવ્યો હશે એમાં કોઈ બેમત ન હોઈ શકે. બીજી બાજુ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો નૅશનલ અવૉર્ડ જીતેલી માનસી પારેખે ગઈ કાલે દિલ્હીથી પોતાના કેટલાક ગ્લૅમરસ ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.
આ ફોટો સાથે માનસીએ અંગ્રેજીમાં લખ્યું હતું : દિલ્હી ફૉર અ હૉટ મિનિટ... આનો અર્થ શું થાય એ તો જોકે માનસી જ સમજાવી શકે.