થોડા સમય પહેલાં પ્રભાસની ‘આદિપુરુષ’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળી હતી.
પ્રભાસ
પ્રભાસ ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે એવી માહિતી તેની આન્ટીએ આપી છે. થોડા સમય પહેલાં પ્રભાસની ‘આદિપુરુષ’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળી હતી. બન્નેનાં રિલેશનની ચર્ચા ખૂબ ચગી હતી. ‘આદિપુરુષ’ના પ્રમોશન વખતે પ્રભાસે જણાવ્યું હતું કે તે તિરુપતિમાં લગ્ન કરશે. તેમના ફૅન્સ પ્રભાસ અને ક્રિતીને સાથે જોઈને હરખાઈ પણ જાય છે. પ્રભાસની ‘સાલાર’ બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જોકે હાલમાં તેમના રિલેશનનું સ્ટેટસ શું છે એ જાણવા નથી મળ્યું, પરંતુ પ્રભાસની આન્ટીએ પોતાના નિવેદનથી ચર્ચાને વધુ વેગ આપ્યો છે. પ્રભાસની આન્ટી શ્યામલા દેવીએ કહ્યું કે ‘અમારા પર દુર્ગામાના આશીર્વાદ છે. ભગવાન આપણી સૌની રક્ષા કરે છે. પ્રભાસનાં લગ્ન ટૂંક સમયમાં થવાનાં છે. આ લગ્નને સેલિબ્રેટ કરવા માટે અમે મીડિયાને પણ ઇન્વાઇટ કરવાનાં છીએ.’