પ્રભાસની ૪૫મી વર્ષગાંઠ પહેલાં જ ચાહકોને મળી અનોખી ગિફ્ટ
ફિલ્મનું પોસ્ટર
આવતી કાલે પ્રભાસની ૪૫મી વર્ષગાંઠ છે, પણ તેના ફૅન્સ માટે પ્રભાસની આગામી ફિલ્મ ‘રાજાસાબ’ના મેકર્સે ઍડ્વાન્સ ગિફ્ટ આપી છે. આ ફિલ્મ આમ તો ૨૦૨૫ની ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે, પણ આ ફિલ્મનો પ્રભાસનો ફર્સ્ટ લુક ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો. આ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે. મૂળ તો આ તેલુગુ ફિલ્મ છે જે હિન્દી, તામિલ, કન્નડા અને મલયાલમમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે માલવિકા મોહનન અને નિધિ અગરવાલ છે.

