પ્રભાસની ‘સાલાર’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને એને લઈને ફિલ્મની ખૂબ જ રાહ જોવાઈ રહી છે
પ્રભાસ
પ્રભાસની ફિલ્મો પિટાઈ રહી હોવા છતાં તેની માર્કેટ વૅલ્યુ ઓછી નથી થઈ. તેની આગામી ફિલ્મ ‘સાલાર’ માટે તેણે ઘણી મોટી ફિલ્મ વસૂલ કરી હોવાની ચર્ચા છે. પ્રભાસની ‘સાલાર’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને એને લઈને ફિલ્મની ખૂબ જ રાહ જોવાઈ રહી છે. પ્રભાસની છેલ્લી ઘણી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર નથી ચાલી જેમાં સાહો, રાધેશ્યામ અને આદિપુરુષનો સમાવેશ થાય છે. જોકે એમ છતાં ‘સાલાર – પાર્ટ વન : સીઝફાયર’ની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ માટે પ્રભાસે સો કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે. બૉલીવુડમાં ઘણા ઍક્ટર્સ તેમની ફી ઓછી કરી રહ્યા છે, પરંતુ પ્રભાસે હજી પણ તેની ફી એટલી જ રાખી છે. આ સાથે જ પ્રભાસે ‘સાલાર’ના નફામાં પણ દસ ટકા ભાગ માગ્યો છે. આથી સો કરોડની સાથે-સાથે પ્રૉફિટમાં પણ ભાગ લેવો એ ખૂબ જ મોટી વાત છે. જોકે કેજીએફના ડિરેક્ટર પ્રકાશ નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હોવાથી લોકોને ભરોસો છે કે એ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરશે.