તેમણે સૌપ્રથમ ૨૦૦૫માં આવેલી ‘છત્રપતિ’માં કામ કર્યું હતું. પ્રભાસની હાલમાં જ ‘સલાર : પાર્ટ 1 - સીઝફાયર’ રિલીઝ થઈ છે.
પ્રભાસ , રાજમૌલી
પ્રભાસનું કહેવું છે કે તેના પ્લાન અને તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હંમેશાં રાજમૌલી સાથે શૅર કરે છે. તેમણે ‘બાહુબલી’ સિરીઝમાં સાથે કામ કર્યું છે. તેમણે સૌપ્રથમ ૨૦૦૫માં આવેલી ‘છત્રપતિ’માં કામ કર્યું હતું. પ્રભાસની હાલમાં જ ‘સલાર : પાર્ટ 1 - સીઝફાયર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે ઍન્ગ્રી યંગ મૅનની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ વિશે વાત કરતાં પ્રભાસે કહ્યું કે ‘અમે ‘છત્રપતિ’માં કામ કર્યુંને અઢાર વર્ષ થયાં છે. એ ફિલ્મથી અમારી ફ્રેન્ડશિપ શરૂ થઈ હતી. તેમણે મને ઘણું શીખવ્યું છે. પ્રશાંત અથવા તો કોઈ પણ આસપાસ હોય તો અમે જનરલ ચર્ચા કરીએ છીએ. રાજામૌલી ક્યારેય એમ નથી કહેતા કે તારે આ રીતે કરવું જોઈએ અથવા તો પેલી રીતે કરવું જોઈએ. અમે ફ્રેન્ડની જેમ જ વાત કરીએ છીએ. મેં રાજમૌલીને પ્રશાંત સાથે કામ કરવાની અને અમારી ચર્ચા વિશેની પણ વાત કરી હતી. હું હંમેશાં મારા પ્લાન અને મારા દિમાગમાં શું ચાલે છે એ વિશે વાત કરું છું. અમે નૉર્મલ વાત કરીએ છીએ અને તેઓ પણ મને તેમના પ્લાન વિશે જણાવે છે. અમારી ચર્ચા હંમેશાં ફ્રેન્ડ્લી હોય છે. પ્રશાંત નીલ સાથેના મારા કોલૅબરેશનને લઈને રાજામૌલી પણ ખૂબ જ ઉત્સાહી હતા. અમારી ફ્રેન્ડશિપમાં પર્સનલ લાઇફ અને ફિલ્મ રિલેટેડ ચર્ચા પણ હોય છે. મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ બન્ને પ્રશાંત નીલ સાથેના મારા કામને લઈને ઉત્સાહી હતા અને બીજા પાર્ટને લઈને તેઓ પણ વધુ એક્સાઇટેડ છે.’

