પ્રભાસ સાથેની તેની ફિલ્મની રિલીઝ-ડેટ બદલાશે એવી અફવા હોવાથી શાહરુખ સાથે ક્લૅશ ફાઇનલ
`સાલાર : પાર્ટ 1 - સીઝફાયર’
પ્રભાસની ‘સાલાર : પાર્ટ 1 - સીઝફાયર’ને કેરલામાં હવે પૃથ્વીરાજ સુકુમારન ડિસ્ટ્રિબ્યુટ કરશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે પૃથ્વીરાજ પણ કામ કરી રહ્યો છે, જેને પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે અને એમાં વિલનની ભૂમિકામાં પૃથ્વીરાજ જોવા મળશે. આ ફિલ્મને કેરલામાં એના પ્રોડક્શન-હાઉસ પૃથ્વીરાજ પ્રોડક્શન દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે. હોમ્બલે ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ વિશે સોશ્યલ મીડિયા પર એના ડિસ્ટ્રિબ્યુશનના સમાચાર આપ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આ મહિનામાં અંતે રિલીઝ થશે અને એની રિલીઝ-ડેટ ક્રિસમસ રાખવામાં આવી છે. આ ફિલ્મની ક્લૅશ શાહરુખ ખાન સાથેની ‘ડંકી’ સાથે થવાની છે. હાલમાં એવી વાત ચાલી રહી હતી કે પ્રભાસની ફિલ્મની રિલીઝ-ડેટ બદલવામાં આવશે, પણ એ માત્ર અફવા છે. ફિલ્મની રિલીઝ-ડેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એથી વર્ષના અંતે ખૂબ મોટી ક્લૅશ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સાથે શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ જોવા મળશે. આ ફિલ્મ તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.