અમેરિકામાં આયોજિત સૅન ડિએગો કૉમિક-કૉનમાં ‘પ્રોજેક્ટ K’ના ફર્સ્ટ લુકની રિલીઝ વખતે કમલ હાસન પણ હાજર રહ્યા છે.
કમલ હાસન
અમેરિકામાં આયોજિત સૅન ડિએગો કૉમિક-કૉનમાં ‘પ્રોજેક્ટ K’ના ફર્સ્ટ લુકની રિલીઝ વખતે કમલ હાસન પણ હાજર રહ્યા છે. સાથે જ એને અટેન્ડ કરવા માટે પ્રભાસ અને રાણા દગુબટ્ટી પણ પહોંચ્યા હતા. ફિલ્મના પ્રોડ્યુસર વૈજયંતી મૂવીઝે તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. યુએસની સ્ટ્રીટ પર કમલ હાસન જોવા મળ્યા હતા. એટલે પ્રભાસ અને રાણા દગુબટ્ટીની પીઠ દેખાઈ રહી છે. તેમણે ફિલ્મની મર્ચન્ડાઇઝ હૂડી પહેરી છે. આ ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટ કરી છે. સાયન્સ-ફિક્શન આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી પણ જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ થઈ રહી છે. આ સૅન ડિએગો કૉમિક-કૉન વીસ જુલાઈથી ત્રેવીસ જુલાઈ સુધી યોજવામાં આવ્યો છે. એ ઇવેન્ટ દરમ્યાન ફિલ્મમેકર્સ ‘પ્રોજેક્ટ K’નું ટીઝર, રિલીઝની તારીખ અને એનું ઑફિશ્યલ ટાઇટલ જાહેર કરશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પર પણ દેખાડવામાં આવ્યું હતું. મેકર્સનો દાવો છે કે આ ફિલ્મ દર્શકોને થ્રિલિંગ અનુભવ તો આપશે જ, સાથે જ એમાં તેઓ ઊંડા ઊતરી જશે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.