આ બન્નેએ છેલ્લે ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’માં કામ કર્યું હતું અને તેઓ હવે આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં કામ કરશે
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટ તેના આગામી પ્રોજેક્ટને લઈને ખૂબ એક્સાઇટેડ છે. આ પ્રોજેક્ટમાં તે ૨૭ વર્ષ બાદ સુનીલ શેટ્ટી સાથે જોવા મળશે. આ બન્નેએ છેલ્લે ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’માં કામ કર્યું હતું અને તેઓ હવે આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં કામ કરશે. આ એક સિરીઝ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રોજેક્ટનો પોતાનો લુક પૂજાએ શૅર કર્યો છે અને એમાં તે એક નીડર મહિલાના રોલમાં દેખાશે. પૂજા અગાઉ કહી ચૂકી છે કે તેને સ્ક્રીન પર સશક્ત મહિલાનું પાત્ર ભજવવાનું ગમે છે. આ નવી સિરીઝનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પૂજાએ કૅપ્શન આપી હતી, ‘મારા આગામી પ્રોજેક્ટની આ એક ઝલક છે. સુનીલ શેટ્ટી, તારી સાથે ફરીથી કામ કરવા માટે હું અતિશય ઉત્સુક છું.’ પૂજાને રિપ્લાય આપતાં સુનીલ શેટ્ટીએ લખ્યું છે, ‘પૂજા, તું સુંદર દેખાઈ રહી છે અને હા, હું પણ તારી સાથે કામ કરવા એક્સાઇટેડ છું.’

