‘પોનિયિન સેલ્વન 2’ની રિલીઝને અનાઉન્સ કરતો એક વિડિયો મણિ રત્નમના મદ્રાસ ટૉકીઝ દ્વારા શૅર કરવામાં આવ્યો છે
‘પોનિયિન સેલ્વન 2’ આવતા વર્ષે ૨૮ એપ્રિલે થશે રિલીઝ
મણિ રત્નમની ‘પોનિયિન સેલ્વન 2’ આવતા વર્ષે ૨૮ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયો હતો. ફિલ્મે વિશ્વભરમાં ૫૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, જયમ રવિ, કાર્તિક, ત્રિશા, ઐશ્વર્યા લક્ષ્મી અને જયરામ પણ જોવા મળ્યાં હતાં. એ. આર. રહમાને એનું મ્યુઝિક આપ્યું હતું. ફિલ્મના બન્ને પાર્ટનું શૂટિંગ એકસાથે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તામિલ રાઇટર કલ્કીની બુક પરથી બનાવવામાં આવી છે. ‘પોનિયિન સેલ્વન 2’ની રિલીઝને અનાઉન્સ કરતો એક વિડિયો મણિ રત્નમના મદ્રાસ ટૉકીઝ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. એ વિડિયોમાં જયમ રવિ, ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ પણ જોવા મળે છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મદ્રાસ ટૉકીઝે કૅપ્શન આપી હતી, ‘હવે તલવારને હવામાં ઉછાળવાનો સમય આવી ગયો છે, કેમ કે અમે ૨૦૨૩ની ૨૮ એપ્રિલે આવી રહ્યા છીએ.’