આર્મી શબ્દનો અનુચિત ઉપયોગ કર્યો હોવાની દલીલ
અલ્લુ અર્જુન
‘પુષ્પા 2 : ધ રૂલ’ માટે મુંબઈમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં આ ફિલ્મના હીરો અલ્લુ અર્જુને ‘આર્મી’ શબ્દનો અનુચિત ઉપયોગ કર્યો એ બદલ તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મુંબઈની
પ્રેસ-કૉન્ફરન્સમાં અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘મારી પાસે ચાહકો નથી. મારી પાસે આર્મી છે. હું મારા ફૅન્સને પ્રેમ કરું છું, તેઓ મારી ફૅમિલી જેવા છે. તેઓ મારા પડખે ઊભા રહે છે, મને સેલિબ્રેટ કરે છે. તેઓ એક આર્મીની જેમ મારા પડખે ઊભા રહે છે.’
ADVERTISEMENT
અલ્લુ અર્જુનના આ સ્ટેટમેન્ટ પછી એમાં જે રીતે ‘આર્મી’ શબ્દનો ઉપયોગ થયો છે એની સામે હૈદરાબાદની એક પર્યાવરણપ્રેમી સ્વૈચ્છિક સંસ્થાના શ્રીનિવાસ ગૌડ નામના ભાઈને વાંધો પડ્યો છે. તેમનું કહેવું છે કે ‘આર્મી’ શબ્દ આપણાં સશસ્ત્ર દળો સાથે સંલગ્ન છે એટલે આ રીતે એનો ઉપયોગ કરવો એ એનો અનાદર છે.