PM Narendra Modiની બાયોપિકનું પહેલું ગીત 'સૌગંધ મુજે ઈસ મિટ્ટીકી' રિલીઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. સૌગંધ મુજે ઈસ મિટ્ટીકી સોંગને ટી સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયના જુદા જુદા નવ લૂક, ટ્રેલર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત સામે આવ્યું છે.
ADVERTISEMENT
ફિલ્મના ગીતના શબ્દો ગીતકાર પ્રસૂન જોશીએ લખ્યા છે. સૌગંધ મુજે મિટ્ટી કી ગીત સુખવિંદર સિંહ અને શશિ સુમને ગાયું છે. ફિલ્મનું મ્યુઝિક શશિ અને ખુશીએ આપ્યું છે. આ ગીત વડાપ્રધાન મોદીની તાજેતરના જ કેટલાક ભાષણો પર આધારિત છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય.
આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ
સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને સંદીપ સિંઘે પ્રોડ્યુસ કરેલી ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ વડાપ્રધાન મોદીની જીવન સફર પર આધારિત છે. ફિલ્મમાં પીએમ મોદી કેવી રીતે ચા વેચતા સામાન્ય માણસથી વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા તેની સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મ હિન્દીની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે. પીએમ મોદીની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.