હાલમાં જ આ ફિલ્મને ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ આપવામાં આવ્યો છે
‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ની ટીમ સાથે મુલાકાત કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ની ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિલિયન્ટ જણાવી છે. હાલમાં જ આ ફિલ્મને ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ આપવામાં આવ્યો છે. એ ફિલ્મને ગુનીત મોંગાએ પ્રોડ્યુસ અને કાર્તિકી ગૉન્ઝાલ્વિસે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી બોમ્મન અને બેલી નામના કપલની છે જે હાથીના બચ્ચાનો ઉછેર કરે છે. આ રિયલ સ્ટોરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેને વિશ્વસ્તરે પણ ખાસ ઓળખ મળી છે. ફિલ્મને મળેલી ગોલ્ડન ટ્રોફી સાથે ગુનીત અને કાર્તિકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયાં હતાં. આ મુલાકાતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ‘સિનેમૅટિક બ્રિલિયન્સ અને એને મળેલી સફળતાને કારણે ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’એ વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આજે મને આ ફિલ્મ સાથે જોડાયેલી બ્રિલિયન્ટ ટીમ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. તેમણે ભારતને અતિશય ગર્વ અપાવ્યો છે.’