ઉસ્તાદ ઝાકિર હુસેન અને શંકર મહાદેવન સાથે ગ્રૅમી અવૉર્ડ જીતનાર દરેકને તેમણે શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ઉસ્તાદ ઝાકિર હુસેન અને શંકર મહાદેવન સાથે ગ્રૅમી અવૉર્ડ જીતનાર દરેકને શુભેચ્છા પાઠવી છે. લૉસ ઍન્જલસમાં યોજાયેલા ૬૬મા ગ્રૅમી અવૉર્ડ્સમાં તેમની સાથે વાંસળીવાદક રાકેશ ચૌરસિયા, ગણેશ રાજગોપાલન અને સેલ્વાગણેશ વી.એ ભારતનું નામ રોશન કર્યું છે. જૅઝ ગ્રુપ ‘શક્તિ’માં ઝાકિર હુસેન, શંકર મહાદેવન,જૉન મૅક્લૉઘલિન, સેલ્વાગણેશ અને ગણેશ રજગોપાલનનો સમાવેશ છે. આ બૅન્ડ દ્વારા ‘ધિસ મોમેન્ટ’ આલબમ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ આલબમમાં ૮ સૉન્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આલબમ ગયા વર્ષે ૩૦ જૂને લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેમને મળેલા સન્માન વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઝાકિર હુસેન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન, ગણેશ રાજગોપાલન અને સેલ્વાગણેશ વી.ને ગ્રૅમીમાં મળેલી સફળતા બદલ તેમને અભિનંદન. મ્યુઝિકમાં તમારી અદ્ભુત ટૅલન્ટ અને ડેડિકેશને દુનિયાભરના લોકોનાં દિલ જીતી લીધાં છે. ઇન્ડિયાને ગર્વ છે. તમને મળેલી આ સિદ્ધિ તમારા કામમાં તમે જે મહેનત કરી છે એનું ફળ છે. આ સિદ્ધિ આવનારી જનરેશનને મ્યુઝિકમાં તેમનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપશે.’