PM Narendra Modiની બાયોપિક હતી મ્યુઝિક વગરની, જાણો કેવી રીતે આવ્યા ગીતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ PM Narendra Modi પહેલા મ્યુઝિક વગરની જ બની રહી હતી. અને આ વાતનો ખુલાસો ખુદ ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંદીપ સિંઘે કર્યો છે.
તાજેતરમાં ફિલ્મના મેકર્સે એક બીહાઈન્ડ ધી સીન વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં પ્રોડ્યુસર સંદીપ સિંઘ અને અભિનેતા વિવેક ઓબેરોય ફિલ્મના મેકિંગ અંગે પોતાના અનુભવ શૅર કરી રહ્યા છે. ફિલ્મમાં ગીતો કેવી રીતે આવ્યા તે અંગેની વાત સંદીપ સિંઘ અને વિવેક ઓબેરોયે કરી છે. સંદીપ સિંઘે વીડિયોમાં સ્વીકાર્યું કે,'શરૂઆતમાં અમે ફિલ્મમાં મ્યુઝિક રાખવા જ નહોતા ઈચ્છતા, પરંતુ જેમ જેમ અમે સ્ટોરીમાં આગળ વધ્યા તેમ તેમ અમને મ્યુઝિકની જરૂરિયાત વર્તાઈ.'
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM Narendra Modi:ફિલ્મનું ગુજરાતી રૅપ સોંગ 'નમો નમો' રિલીઝ
તો વિવેક ઓબેરોયે ફિલ્મના ગીત 'સૌગંધ મુજે ઈસ મિટ્ટી' કી અંગે કહ્યું કે,'આ ગીત પહેલીવાર સાંભળીને મારા રૂંવાડા ઉભા થઈ ગયા હતા, મારી આંખો ભીની થઈ ગઈ હતી. આ ગીત ફિલ્મનું એન્થેમ છે.' સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી ગીતના શબ્દો પ્રસૂન જોશીએ લખ્યા છે.
સંદીપ સિંઘ અને વિવેક ઓબેરોયે આ વીડિયોમાં ફિલ્મના તમામ ગીતો અંગે વાત કરી છે. જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.