Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pippa Poster: દિલમાં દેશભક્તિ જગાવતી ફિલ્મ `પીપ્પા`નું પોસ્ટર રજૂ કર્યું પ્રાઇમ વીડિયોએ

Pippa Poster: દિલમાં દેશભક્તિ જગાવતી ફિલ્મ `પીપ્પા`નું પોસ્ટર રજૂ કર્યું પ્રાઇમ વીડિયોએ

Published : 04 November, 2023 07:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video)એ આજે ​​તેની આગામી એક્શન થ્રિલર, ‘પિપ્પા’ (Pippa)નું એક પોસ્ટર લોન્ચ કર્યું છે, જે 10મી નવેમ્બરે વિશ્વભરમાં ડાયરેક્ટ-ટુ-સ્ટ્રીમિંગ સાથે પ્રીમિયર કરશે

તસવીર સૌજન્ય: પીઆર

તસવીર સૌજન્ય: પીઆર


એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video)એ આજે ​​તેની આગામી એક્શન થ્રિલર, ‘પિપ્પા’ (Pippa)નું એક પોસ્ટર લોન્ચ કર્યું છે, જે 10મી નવેમ્બરે વિશ્વભરમાં ડાયરેક્ટ-ટુ-સ્ટ્રીમિંગ સાથે પ્રીમિયર કરશે. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (India-Pakistan War) દરમિયાન ગરીબપુરના યુદ્ધનો પ્રથમ અહેવાલ છે. એક યુદ્ધ જે બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે નિર્ણાયક હતું.


આ ફિલ્મનું નિર્માણ RSVP મૂવીઝ અને સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સના બેનર હેઠળ રોની સ્ક્રુવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન રાજા કૃષ્ણ મેનન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઇશાન, મૃણાલ ઠાકુર (Mrunal Thakur), પ્રિયાંશુ પૈન્યુલી અને સોની રાઝદાન મુખ્ય ભૂમિકામાં છે. બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક `ધ બર્નિંગ ચાફીઝ` પર આધારિત આ ફિલ્મ મેનન, તન્મય મોહન અને રવિન્દર રંધાવાએ લખી છે. ‘પિપ્પા’ આ દિવાળીએ ભારતમાં અને વિશ્વભરના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ વિડિયો પર ઉપલબ્ધ થશે.



આ યુદ્ધ વાર્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રેક્ષકોની અપેક્ષાને વધુ વધારવા માટે, પોસ્ટરમાં અત્યંત પ્રતિભાશાળી કલાકારો ઈશાન (Ishaan Khattar), મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અને પ્રિયાંશુ પૈન્યુલી દેશ માટે લડવા માટે તેમની બહાદુરી અને હિંમતનું પ્રદર્શન કરે છે. કી આર્ટ `એન અનટોલ્ડ સ્ટોરી ઑફ અ ટ્રુ હીરો`નો સંદેશ પણ શેર કરે છે, જે યુદ્ધ ફિલ્મનો આધાર છે.


ફિલ્મનું શીર્ષક PT-76 (પાલવુશી ટાંકી) નામની ઉભયજીવી યુદ્ધ ટેન્કને શ્રદ્ધાંજલિ છે, જે ‘પીપ્પા’ તરીકે જાણીતી છે. આ યુદ્ધ ગાથા દેશભક્તિની વાર્તા છે અને તે 45 કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનના કેપ્ટન બલરામ મહેતાના યુગની વાર્તા કહે છે. બલરામ મહેતા અને ભારતીય સશસ્ત્ર દળોએ સાથે મળીને બીજા દેશની આઝાદી માટે લડવામાં બહાદુરી અને હિંમતનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.

ઈશાને ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં શેર કર્યું હતું કે, “આ ફિલ્મ બનાવવાની સફર અત્યંત આનંદદાયક રહી છે અને હું ‘પિપ્પા’ માટે પ્રાઈમ વિડિયો પર તેના વર્લ્ડ પ્રીમિયર માટે ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે તે આ મહત્વપૂર્ણ વાર્તાને લાખો લોકો સુધી પહોંચાડશે.”


ફિલ્મની અનોખી વાર્તા વિશે વાત કરતાં મૃણાલ ઠાકુરે કહ્યું કે, “મને આવા આકર્ષક રીતે રચાયેલ બુદ્ધિશાળી, ધ્યેય હાંસલ કરનાર પાત્ર ભજવવાનું સન્માન મળ્યું જે સ્વતંત્રતા અને ન્યાયના મૂળભૂત માનવ અધિકારો માટેની લડતમાં અડગ છે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી અને વાર્તામાં મારા પાત્ર રાધા વિશે વધુ જાણ્યું, ત્યારે હું તરત જ તેના તરફ આકર્ષાઇ. મને તેના વિશે જે ગમે છે તે એ છે કે તેણીની અંદર આગ છે, ઊંડી દેશભક્તિ છે અને તેના દેશના હિત માટે કંઈપણ કરવા તૈયાર છે.”

આ ફિલ્મમાં મેજર રામ મહેતાની ભૂમિકા ભજવનાર પ્રિયાંશુ પૈન્યુલીએ કહ્યું કે, “એક આર્મી પરિવારમાંથી હોવાના કારણે, હું હંમેશા આપણા સૈનિકોની નિઃસ્વાર્થતા અને હિંમતથી દંગ રહી ગયો છું, જેઓ આપણા દેશની સુરક્ષા માટે બધું જોખમમાં મૂકે છે. આ યુદ્ધ સમયના ડ્રામા, જે એક હૃદયસ્પર્શી ભાઈ-બહેનની વાર્તા પણ છે, બલિદાન અને વીરતાની વાર્તા કહે છે. જ્યારે આ ભૂમિકા માટે મારો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે મને ખરેખર સન્માનની લાગણી થઈ હતી.”

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2023 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK