હૃતિક રોશનની મમ્મી કોવિડ-19 પૉઝિટિવ
તસવીર સૌજન્યઃ પિન્કી રોશનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
હૃતિક રોશનની મમ્મી પિન્કી રોશનનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ આ વાતની જાહેરાત કરી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હજી કોઈ લક્ષણો નથી અને મારા ડૉક્ટર્સે મને કહ્યું છે કે હું યોગા અને કસરત કરું.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું કે, મારી અંદર આ વાયરસ 15 દિવસથી છે. આવતી કાલે હું હજી એક ટેસ્ટ કરાવીશ. હું આશા કરું છું કે તે રિપોર્ટ નેગેટિવ આવે.
રાકેશ રોશને કહ્યું કે, પિન્કીમાં લક્ષણો ઓછા છે. આવતી કાલે તેનો હજી એક ટેસ્ટ કરીશું.
પિન્કી રોશન જુહુની 'પલાજો' બિલ્ડિંગમાં રહે છે, જેમાં તેની પુત્રી સુનાયના, નટિન સુનારિકા અને તેની માતા પણ તેમાં રહે છે. પિંન્કી રોશને જણાવ્યું કે આ તમામ બિલ્ડિંગના જુદા જુદા માળે રહે છે અને સંપૂર્ણ સાવચેતી લઈ રહ્યા છે.

